ચાંગા: નડિયાદની વિખ્યાત બાલકન–જી–બારી સ્થિત દિનશા પટેલ પ્લેનેટોરીયમનું હવે ચારૂસેટ યુનિવર્સીટી સંચાલન કરશે. ચારૂસેટ યુનિવર્સીટી અને બાલકન–જી– બારી વચ્ચે શુકવારે ઐતિહાસિક MOU પર હસ્તાક્ષર થયા હતા. વધુ શૈક્ષણિક– સંશોધન–ગ્રામીણ શિક્ષણ વિકાસની પહેલ કરવા માટે અગ્રેસર ચારૂસેટ યુનિવર્સીટીએ દિનશા પટેલ પ્લેનેટોરીયમના સંચાલન માટે બાલકન– જી–બારી સાથે MOU કર્યા હતા. બાલકન– જી–બારીના પ્રમુખ દિનશા પટેલ અને પદાધિકારીઓ ડૉ. અરવિંદભાઈ વ્યાસ, ભરતભાઈ પટેલ, ઘનશ્યામભાઈ,સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં બન્ને સંસ્થાઓ વચ્ચે આ કરાર થયા હતા.
સ્વાગત પ્રવચન અને મહેમાનોનો પરિચય ચારૂસેટના રજીસ્ટ્રાર ડૉ. દેવાંગ જોશીએ આપ્યો હતો અને જણાવ્યું હતું કે આ એમઓયુ યુવા પેઢીને એસ્ટ્રોફીઝીક્સ–કોસ્મોલોજીનું જ્ઞાન આપવા તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી વધુ વેગવાન બનાવવાના ત્રણ હેતુ માટે કાર્ય કરશે.
ડૉ.એમ.સી. પટેલે જણાવ્યું કે ખગોળ વિજ્ઞાનનું જ્ઞાન બાળકોને અને યુવાનોને મળે તે હેતુથી દિનશા પટેલના વિઝન સાથે આ પ્લેનેટોરીયમ બન્યું છે અને તે યુનિવર્સીટીના અભ્યાસક્રમોમાં પણ મદદરૂપ બને તેવા પગલા અમે લઇ રહ્યા છીએ. બંને સંસ્થાઓ વચ્ચે MOU થતાં નવા અધ્યાયનો આરંભ થયો છે. પ્લેનેટોરીયમનું વધુ સુચારૂ સંચાલન થાય તે દિશામાં ભાવિપેઢી માટે આ પગલું લીધું છે.