ગુજરતની નોંધપાત્ર સિધ્ધીઓમાં વધું એક ઉમેરો થયો છે. રિન્યુએબેલ એનર્જીના ક્ષેત્રમાં ગુજરાતને હાઈએસ્ટ એચિવર તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાત ઉપરાંત દેશના અન્ય 8 રાજ્યોને બેસ્ટ પરફોર્મર તરીકે એવોર્ડને પાત્ર ગણવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 28,220 મેગાવોટની ક્ષમતા સાથે ગુજરાતને હાઈએસ્ટ એચિવર સ્ટેટ ઈન ઓવરઓલ રિન્યૂએબલ એનર્જી તરીકેના એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યું છે. વિન્ડ પાવરમાં હાઈએસ્ટ એચિવર તરીકે ગુજરાત પસંદગી પામ્યું છે. વિન્ડ પાવરમાં ગુજરાત 11,822 મેગાવોટની ક્ષમતા ધરાવે છે. સોલાર પાવરમાં પણ 14,201 મેગાવોટની ક્ષમતા સાથે સેકન્ડ હાઇએસ્ટ એચિવર સ્ટેટ તરીકે ગુજરાત એવોર્ડને પાત્ર બન્યું છે.
સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ગુજરાત પછીના ક્રમે રાજસ્થાનનું નામ મોખરે રહ્યું છે. રાજસ્થાન 22,031 મેગાવોટની ક્ષમતા સાથે હાઈએસ્ટ એચિવર સ્ટેટ ઈન ઓવરઓલ સોલાર પાવર માટે એવોર્ડને લાયક ઠર્યું છે. રિન્યુએબર એનર્જીમાં 22,031 મેગાવોટની ક્ષમતા સાથે રાજસ્થન સેકન્ડ હાઈએસ્ટ એચિવર સ્ટેટ બન્યું છે. જાહેર ક્ષેત્રની કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ પણ રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં સારી કામગીરી કરવા બદલ એવોર્ડને પાત્ર બની છે.
ઉલ્લેખનીય છે કે ટોરેન્ટ પાવર ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયાના પ્રોડક્શન માટેના પ્રોજેક્ટ્સ વિકસાવવાના વિકાસની તલાશ પણ કરી રહ્યું છે. આ આયોજનના ભાગ રૂપે ટોરેન્ટ પાવરે 7200 કરોડ રૂપિયાનું રોકાણ કરીને વાર્ષિક એક લાખ કિલોટન ગ્રીમ એમોનિયાનું ઉત્પાદન કરવા માટેના પ્લાન્ટ નાખવાના કરાર કર્યા છે. આ કરારને કારણે 1000 લોકોને રોજગારી મળશે. ટોરેન્ટ ટપાવર પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ માટેની સાઈટ નક્કી કરી દીધી છે. આ સાઈટ પર 25000 કરોડ રૂપિયાથી 35000 કરોડ રૂપિયાનું રોકાણ કરીને 5થી 8 ગીગાવોટની પીએસપીની ક્ષમતા ઊભી કરશે.