સુરતના હજીરા રોડ પર ડમ્પર અને બસ વચ્ચે અકસ્માત, એકનું મોત, 25 થી વધુ ઈજાગ્રસ્ત

સુરત: ગુજરાતમાં અવાર નવાર રોડ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. રોડ અકસ્માતમમાં કેટલાય લોકોના જીવ પણ જાય છે. સુરકના હજીરાથી એક ગોઝારો અકસ્માત થયાના સમાચાર મળી રહ્યા છે. ડમ્પર અને AMNS બસ વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. સૂત્રોની માહિતી પ્રમાણે બસમાં સવાર 50 પૈકી 25 વધુ લોકોને નાની-મોટી ઇજાઓ થઈ છે. ઇજાગ્રસ્તોને 8 જેટલી 108 એમ્બ્યુલન્સ અને ખાનગી એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસની ટીમ પણ સ્થળે પહોંચી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે સવારે ડમ્પર અને AMNS બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અને બસ એકબીજા સાથે અથડાતા બસ પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં ગંભીર ઇજાઓનાં કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે આ બસમાં સવાર 50 માંથી 25 થી વધુ લોકોને નાની-મોટી ઇજાઓ થઈ છે. સ્થાનિકોએ બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. 8 જેટલી 108 એમ્બ્યુલન્સ અને ખાનગી એમ્બ્યુલન્સમાં ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. પોલીસે લોકોને દૂર કરી ટ્રાફિક ખુલ્લું કરાયું હતું. મૃતદેહને પીએમ અર્થે મોકલીનેપોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.