અમદાવાદ: ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા મુસાફર પાસેથી નસીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો છે. બેંગકોકથી અમદાવાદ આવી રહેલા મુસાફર પાસેથી કસ્ટમ વિભાગ 4.6 કિલો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. હાઇડ્રોપોનિક વીડના વેક્યુમનાં 10 પેકેટ મળી આવ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બેંગકોકની ફ્લાઈટમાંથી આવતા પેસેન્જર ડ્રગ્સ લઈને આવતા હોવાની માહિતીના આધારે કસ્ટમરના અધિકારીઓ પેસેન્જરની તપાસ કરી રહ્યા છે. ત્યારે એક પેસેન્જ પાસેથી 4.6 કિલો હાઇડ્રોફોનિક વીડ કસ્ટમ વિભાગ અધિકારીએ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. આ હાઈડ્રોફોનિક વીડ અમદાવાદમાં કોને આપવાનું હતું? અને પેસેન્જરને કેટલું કમિશન મળ્યું? તેની કસ્ટમ વિભાગના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
નાર્કો રિવોર્ડ પોલિસી અંગે જાગૃતિનું પરિણામ એ આવ્યું છે કે NDPS ઍક્ટ, 1985 હેઠળ નોંધાયેલા કેસમાં અને ડ્રગ્સની જપ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. 2021માં રિવોર્ડ પોલિસી લૉન્ચ થઈ ત્યારથી ડિસેમ્બર 2024 સુધીમાં ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને 2500 થી વધુ આરોપીઓ સામે આવ્યા છે. આ પોલિસી હેઠળ અત્યારસુધીમાં DGP કમિટીએ 64 લોકો માટે રિવોર્ડ તરીકે ₹51,202 મંજૂર કર્યા છે. તો ACS, ગૃહ સ્તરની કમિટીએ 169 લોકો માટે ₹6,36,86,664 રિવોર્ડની રકમ મંજૂર કરી છે. આ ઉપરાંત, 737 લોકોને કુલ ₹5,13,40,680 રિવોર્ડ આપવાનો પ્રસ્તાવ NCB કમિટીને મોકલવામાં આવ્યો છે.