ગુજરાતમાં ઉત્તરાયણ પર્વને લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ઉત્તરાયણ સમયે માણસો સાથે પક્ષીઓના જીવને જોખમ વધી જતુ હોય છે. ત્યારે ઘાયલ પશુ પંખમાટે ગુજરાતની 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા સજ્જ થઈ ચુકી છે. ઉત્તરાયણના દિવસે અંદાજે 1400 આસાપાસ પશુ પંખીના ઈમરજન્સી કેસ નોંધાવાની શક્યતા છે.
સૂત્રોના આંકડાઓનું માનીયે તો સામાન્ય દિવસોમાં આખા ગુજરાતમાં લગભગ 800 જેટલા કેસો નોંધાતા હોય છે. જેની સરખામણીએ ઉત્તરાયણ પર 75.28% કેસમાં ઉછાળો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે માત્ર ઉત્તરાયણ જ નહીં પરંતુ વાસી ઉત્તરાયણ પર્વેનું પણ પાછલા થોડા સમયની મહત્વ વધ્યું છે તેથી 15 જાન્યુઆરીના પણ આ કેસમાં વધારો નોંધાય શકે છે. ગુજરાતના મહાનગરો જેમ કે અમદાવાદ, અરવલ્લી, બાનાસકાંઠા, ગાંધીનગર, મહિસાગર, નવસારી, પંચમહાલ, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, અને સુરેન્દ્રનગરમાં આવા બનાવ બનવાની વધુ શક્યતા રહે છે. કરુણા અભિયાન અંતર્ગત, પ્રાણી અને પંખીઓને ઝડપથી મદદ પહોંચે તે માટે 1962 KAAની સંખ્યા 14 અને 15 જાન્યુઆરી દરમિયાન 37 થી વધારીને 87 કરવામાં આવી છે.આ વ્યૂહાત્મક પ્રયાસ ગુજરાત સરકારના પ્રાણી કલ્યાણ પ્રત્યેના પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. આ ઉપરાંત નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે હાનિકારક પતંગની દોરીનો ઉપયોગ ટાળે, સજાગ રહે, અને કોઈ પણ પ્રાણી કે પંખીની ઇમર્જન્સી તરત 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઈન પર જાણ કરે. ચાલો, આપણે સૌ મળીને ઉત્તરાયણને કાળજી અને કરુણાની સાથે ઉજવીએ.