અમદાવાદમાં વધાતા ટ્રાફિકને લઈ હાઈકોર્ટ અવાર નવાર ટકોર કરતી હોય છે. ટ્રાફિકમાંથી આશંક રાહત આપવા માટે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) દ્વારા રિંગ રોડ પરથી રોજ પસાર થતાં વાહન ચાલકો માટે ટ્રાફિક અને સિંગ્નલ મુક્ત બનશે 10 નવા ઓવરબ્રિજ અને એક અન્ડરબ્રિજ બનાવાશે.
સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર, રિંગ રોડ પર કમોડ, બાકરોલ, હાથીજણ, રામોલ, પાંજરાપોળ, નિકોલ, દાસ્તાન, તપોવન, શિલજ, સિંધુભવન પર 6 માર્ગીય ઓવરબ્રિજ સહિત ઓગણજ જંકશન મળી 10 જંકશન પર અંદાજિત 1100 કરોડ રૂપિયા ખર્ચે નવા 10 ઓવરબ્રિજ અને એક અન્ડરબ્રિજ બની રહ્યો છે. જે શહેરના પૂર્વ અને પશ્ચિમને જોડતો રિંગ રોડ નવા વિકસિત વિસ્તારો માટે મહત્ત્વપૂર્ણ રહેશે. નોંધનિય છે કે, રિંગ રોડ પરથી ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રને અમદાવાદ સાથે જોડે છે. જેથી અમદાવાદ અને બહારના વાહન ચાલકો માટે રિંગ રોડની મહત્વતા વધુ છે. ઉલ્લેખનીય છે કે, ભારે ટ્રાફિકના કારણે રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)અને નેશનલ હાઈવે ઓથોરિટીએ એસ.જી. હાઈવે પર 20 કરોડ રૂપિયાના ખર્ચે 5 ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો હતો.