ગાંધીનગર: રાજ્ય સરકારે ક્લાઈમેટ ચેન્જ વિભાગના અધિક સચિવ બી. એચ. તલાટીની સ્ટેટ ઇન્સટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટના સ્પેશિયલ ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.2010ની બેંચના IAS અધિકારી બિપીન તલાટી હાલમાં ગુજરાત સરકારના ક્લાયમેટ ચેન્જ વિભાગના અધિક સચિવ તરીકે કાર્યરત હતા. બી. એચ. તલાટીની નિમણુકથી સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ ડેવલપમેન્ટનો વધારાનો હવાલો સંભાળી રહેલાં વિશાલ ગુપ્તાને તેમના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારે આજે ત્રણ IAS અધિકારીની બદલીની જાહેરાત કરી છે. જેમાં ગુજરાત રાજ્ય માટે નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે IAS હારિત શુક્લાની નિમણૂક કરવામાં આવી છે.
