CM ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં ધ્વજવંદન કરી સંબોધન કર્યું

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં ધ્વજવંદન કરી સંબોધન કર્યું છે. જેમાં નડિયાદમા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી છે. તેમાં મખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે 9 વાગ્યે ધ્વજવંદન કર્યું છે. જેમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં વિકાસકામોનું ઈ-લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો છે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જનતાને સંબોધન કર્યું છે. જેમાં 118 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં સંબોધન કરતા જણાવ્યું છે કે ભારતને અર્થવ્યવસ્થામાં ત્રીજા ક્રમે પહોંચાડીશું. વિકસિત ભારતની આગેવાની લેવા ગુજરાતનો નિર્ધાર છે. ભારતની પહેલી સેમીકંડક્ટરની ચીપ ગુજરાતમાં બનશે.

 

નડિયાદમાં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઇ છે. જેમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું છે કે વિરાસતથી વિકાસએ ગુજરાતનો મંત્ર છે. આદિકાળથી ગુજરાતમાં વેપાર વાણિજ્યની ઓળખ છે. 2003માં વાઇબ્રન્ટ ગુજરાત શરૂઆત થઈ હતી. મફત વીજળી યોજના અંતર્ગત 10 લાખ મકાનો જોડાશે. નર્મદાના પાણીથી ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડ્યું છે.