દ્વારકામાં 525 દબાણો દૂર કરીને સરકારી જમીન ખુલ્લી કરાઈ

વેરાવળઃ રાજ્યના યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનમાં આઠ દિવસમાં કુલ 525 દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. અહીં આઠ દિવસ ચાલેલા મેગા ડિમોલિશનમાં અનેક મકાનો સહિત, કોમર્શિયલ બાંધકામો અને ધાર્મિક બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું હતું. અંદાજે રૂપિયા 73.55 કરોડની કિંમતની સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. તેની સાથે-સાથે બેટ દ્વારકા અને ઓખામાં ચાર ધાર્મિક સ્થળ તોડી પાડવામાં આવ્યાં હતાં અને બેટ દ્વારકામાં 2, આરંભડામાં 1 ધાર્મિક સ્થળ પર બુલડોઝર ફર્યું હતું.

હવે દ્વારકા, બેટ દ્વારકા ઓખામાં આઠ દિવસ ચાલેલા મેગા ડિમોલેશન પૂર્ણ થયું હતું. અહીં આઠ દિવસ ચાલેલા મેગા ડિમોલેશમાં 1,27,917 સ્કે.મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. 8 દિવસ સુધી ચાલેલા મેગા ડિમોલેશનમાં 1000 પોલીસ કર્મચારી SRP જવાનોએ ખડેપગે ફરજ બજાવી હતી. આ સાથે

બેટ દ્વારકામાં ગેરકાયદે બાંધકામને નોટિસ આપવામાં આવી હતી. પાંચ દિવસના અંતે 26.332 ચો. મી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી, હજુ પણ બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણ કરનારાઓને તંત્રએ નોટિસ ફટકારી છે.

એક વર્ષ પહેલાં પણ દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.  ત્યારબાદ ફરી અનેક જગ્યાએ લોકો દ્વારા દબાણો કરવામાં આવ્યાં હતાં. તંત્રને આ વિશે જાણ થતાં જ ફરીથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.