અમદાવાદ- જિઓએ નવા લોન્ચ થયેલા સેમસંગ ગેલેક્સી M20 અને ગેલેક્સી M10 સ્માર્ટફોનની જિઓના વપરાશકર્તાઓ માટે એક્સક્લુઝિવ સેલની જાહેરાત કરી છે. સાથે જ જિઓના સબસ્ક્રાઇબર્સ માટે એમ સિરીઝ ડિવાઇસ પર સ્પેશ્યલ ડબલ ડેટા ઓફરની પણ જાહેરાત કરી છે. એટલે કે, જિઓના વપરાશકર્તાઓને ગેલેક્સી M સિરીઝ પર રૂ. 3,110 સુધીની બચત કરવાની તક પૂરી પાડી રહ્યું છે.
આ એક્સક્લુઝિવ સેલ જિઓના વપરાશકર્તાઓને Samsung.com પરની વિન્ડો થકી લેટેસ્ટ એમ સિરીઝ ડિવાઇસ મેળવવા માટેની તક પૂરી પાડે છે. ગ્રાહકો ફક્ત Jio.com અને MyJio થકી જ આ સેલનો લાભ લઈ શકે છે.
એક્સક્લુઝિવ સેલ
- જિઓ વપરાશકર્તાઓ જિઓ સબસ્ક્રાઇબર્સ માટેના 22મી ફેબ્રુઆરી, 2019ના રોજ બપોરે બાર વાગ્યાથી એક વાગ્યા સુધી યોજાનારા એક્સક્લુઝિવ સેલ થકી ગેલેક્સી એમ10 અને એમ20 સ્માર્ટફોન્સ ખરીદી શકે છે.
- સેલના દિવસે, જિઓ સબસ્ક્રાઇબર્સે Jio.com અને MyJio એપ પર સેલ બેનર પર ક્લિક કરવાનું રહેશે. તેમના જિઓ નંબરની ખરાઈ થયા બાદ તેઓ આ સેલમાં ભાગ લેવા માટે આગળ વધી શકે છે.
- નવા લોન્ચ થયેલા ગેલેક્સી M20 અને M10 સેલ દરમિયાન ઉપલબ્ધ હશે. ગેલેક્સી M20ના 4GB+64GB વેરિઅન્ટની કિંમત રૂ. 12,990 રહેશે, જ્યારે 3GB+32GB વેરિઅન્ટની કિંમત રૂ. 10,990 રહેશે. ગેલેક્સી M10ના 3GB+32GB વેરિઅન્ટ માટેની કિંમત રૂ. 8,990, જ્યારે 2GB+16GB વેરિઅન્ટ માટેની કિંમત રૂ. 7,990 રહેશે.
|
ડબલ ડેટા ઓફર
- ડબલ ડેટા ઓફર રૂ. 3,110 સુધીની બચતની તક પૂરી પાડે છે.
- જે કોઈ પણ વ્યક્તિએ ગત પાંચમી ફેબ્રુઆરી, 2019 પછી સેમસંગ ગેલેક્સી M20 કે M10ની ખરીદી કરી હશે તો તે જિઓની સેવાઓની એક્ટિવ પ્રિપેઇડ સબસ્ક્રાઇબર હશે, તે આ ઓફર માટે યોગ્ય ગણાશે.
- ઓફરનો લાભ લેવા માટે, ગેલેક્સી M સિરીઝના વપરાશકર્તાએ રૂ.198 કે રૂ.299ના પ્રિપેઇડ પ્લાનનું રિચાર્જ કરાવવાનું રહેશે.
- આ ઓફર પાંચમી ફેબ્રુઆરી, 2019થી લઈને પાંચમી મે, 2019 સુધી ઉપલબ્ધ છે.
- પાત્રતા ધરાવતા વપરાશકર્તાઓને 10 ડબલ ડેટા વાઉચર્સના સ્વરૂપમાં ડબલ ડેટા આપવામાં આવશે, જે પાંચમી ફેબ્રુઆરી, 2019 અને 30મી જૂન, 2020ની વચ્ચે મેળવી શકાશે.
- વપરાશકર્તા આ સમયગાળાની અંદર મહત્તમ 10 રિચાર્જ માટે પ્રત્યેક રિચાર્જદીઠ એક ડબલ ડેટા વાઉચર મેળવવાને પાત્ર રહેશે.
- આ ઓફર M સિરીઝ ડિવાઇસનાં તમામ ભારતીય વર્ઝન પર લાગુ છે.
|