મુંબઈ: રિલાયન્સ જિઓએ જિઓન્યૂઝને મોબાઇલ એપ્લિકેશનના સ્વરૂપમાં તેની વેબ આધારિત સર્વિસ (www.jionews.com) પરથી લોન્ચ કર્યુ છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બધા પર યુઝર્સ માટે ડાઉનલોડ કરવા ઉપલબ્ધ છે.
જિઓન્યૂઝનો પ્રારંભ એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે દેશમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી ૨૦૧૯, આઇપીએલ, ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ યોજાવા જઈ રહ્યાં છે. યુઝર્સને જિઓન્યૂઝ પર જે સમાચારો મળશે. તેમાં બ્રેકિંગ ન્યૂઝ, લાઇવ ટીવી, વિડીયો, સામાયિકો, અખબારો અને બીજી ઘણી બધી બાબતો માત્ર એક જ સ્થળે ઉપલબ્ધ બનશે.
જિઓન્યૂઝ યુઝર્સના વાંચન અનુભવને વધારે વ્યક્તિગત બનાવે છે. યુઝર્સ તેના માટે 12માંથી તેમની મન પસંદ ભાષા સિલેક્ટ કરી શકે છે. 150 થી વધારે લાઇવ ન્યૂઝ ચેનલ્સ, ૮૦૦ કરતાં વધારે સામાયિકો, ૨૫૦થી વધારે અખબારો, પ્રખ્યાત બ્લોગ્સ અને ભારતની અને વિશ્વની ન્યૂઝ વેબસાઇટ દ્વારા જિઓ ન્યૂઝ યુઝર્સ માટે શક્ય તેટલું શ્રેષ્ઠ ન્યૂઝ કન્ટેન્ટ આપે છે.
યુઝર્સ તેના હોમપેજ પરથી તેના રસના વિષયો જેવા કે રાજકારણ, સ્પોર્ટ્સ, મનોરંજન, બિઝનેસ, ટેકનોલોજી, લાઇફસ્ટાઇલ, ફેશન, કારકિર્દી, આરોગ્ય, જ્યોતિષ, નાણાકીય અને અન્ય બાબતો પસંદ કરીને એકદમ વ્યક્તિગત અનુભવ મેળવી શકે છે. સંકલિત એઆઇ અને એમ.એલ ટેક્નોલોજી દ્વારા જિઓન્યૂઝ હજારો અખબારી સ્ત્રોતોને સ્કેન કરીને યુઝર્સ સમક્ષ પ્રસ્તુત કરી શકાય તેવી જ વિષયવસ્તુ રજૂ કરશે.
યુઝર્સ જિઓન્યૂઝ દ્વારા ૧૫૦ કરતાં વધારે લાઇવ ટીવી ન્યૂઝ ચેનલ પર પસંદગી ઉતારી શકે છે, જેમાં સમગ્ર દેશની બધી અગ્રણી અને લોકપ્રિય ટીવી ન્યૂઝ ચેનલોનો સમાવેશ થયેલો છે. તેની સાથે બોલિવૂડ, ફેશન, હેલ્થ, ઓટોમોટિવ, ટેક્નોલોજી, સ્પોર્ટ્સ વગેરેનો છેલ્લામાં છેલ્લો ટ્રેન્ડિંગ વિડીયો પણ કોઈ જોઈ શકે છે.
આ ઉપરાંત જે લોકોને વાંચન પસંદ છે તેઓ વિવિધ કેટેગરીના ૮૦૦ કરતાં વધારે સામાયિકો પસંદ કરી શકશે. તેઓ સવારનો પ્રારંભ દેશના અગ્રણી દૈનિક અખબારો સાથે કરી શકે છે.
જિઓન્યૂઝે જિઓ એક્સપ્રેસન્યૂઝ, જિઓમેગ્સ અને જિઓન્યૂઝ પેપરને સુગ્રથિત કરીને એક જ પ્લેટફોર્મ પર લાવીને તેની સાથે લાઇવ ટીવી અને વિડીયોની વધારાની ઓફર કરી છે. આ એપ્સના વર્તમાન યુઝર જિઓ ન્યૂઝ તરફ સ્થળાંતર થઈ શકશે જિઓ યુઝર્સ આમ હવે જિઓ ન્યૂઝ એપ પર પ્રિમિયમ કહી શકાય તેવા ફીચર્સનો લાભ લઇ શકશે. નોન-જિઓ યુઝર્સ આ એપ એક્સેસ કરવા માટે તેના ટ્રાયલ પીરિયડ દરમિયાન લોગ ઇન કરવું પડશે.