નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2019માં ગયા વર્ષની સરખામણીએ 14 ટકા વધારે ડોલરની ખરીદી કરી છે. જેના પગલે પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ તરફથી 14 અબજ ડોલરનું રોકાણ થવા છતાં રુપિયો અંડરપરફોર્મર રહ્યો. ભારતીય ચલણનું આ વર્ષે બીજા ક્રમનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે જે ડોલરની સરખામણીએ 2.2 ટકા નબળું રહ્યું. મુંબઈની એડવાઈઝરી ફર્મ IFA ગ્લોબલના સીઈઓ અને ફાઉન્ડર અભિષેક ગોયનકાએ કહ્યું કે, આરબીઆઈ તરફથી ડોલરમાં મોટાપાયે ખરીદીને પગલે મોટા પ્રમાણાં ફોરેન ફંડ ઈનફ્લોની વચ્ચે રુપિયામાં મજબૂતી નથી આવી.
આરબીઆઈના ડેટા અનુસાર બેંકે જાન્યુઆરીથી ઓક્ટોબરની વચ્ચે 28.9 અબજની નેટ ખરીદી કરી છે ગયા વર્ષે 25.3 અબજ હતી. એનએસડીએલના ડેટા અનુસાર, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સે કેલેન્ડર વર્ષ 2019માં નેટ બેસિસના આધારે 1.36 લાખ કરોડની ખરીદી કરી જે ગયા વર્ષે તેમણે નેટ બેસિસ પર 81,000 કરોડની વેચવાલી કરી. થોડા મહિના અગાઉ જ કેન્દ્ર સરકારે વિદેશમાં બોન્ડ વેચવાની યોજના બનાવી હતી પણ તેનો અમલ ન કરી શકી. હકીકતમાં ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડિઝે ઈન્ડિયાની સોવરેન આઉટલુકને બલદને નેગેટિવ કરી દીધુ હતું.
કરન્સી એક્સપર્ટ એમ.એસ.ગોપીકૃષ્ણનનું કહેવું છે કે, જો આરબીઆઈએ સતત ડોલરની ખરીદી ન કરી હોત તો હેલ્ધી FPI અને સ્ટ્રોંગ FDI ફ્લોને પગલે રુપિયામાં મજબૂતી આવત. આરબીઆઈના ડેટા અનુસાર 20 ડિસેમ્બરે સમાપ્ત થતાં સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વ 45.6 કરોડ ડોલરના વધારા સાથે 455 અબજ ડોલરના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે.
આરબીઆઈ સમાન્ય રીતે સ્પૉટ કરન્સી માર્કેટમાં ખરીદ-પરોત કરે છે, જેથી લિક્વિડિટીમાં થનારા વધારા-ઘટાડાની અસર ખત્મ થઈ જાય છે. બેંકિંગ સેક્ટરમાં હજુ પણ 2.31 લાખ કરોડની સરપ્લસ લિક્વિડિટી છે. આરબીઆઈ સિસ્ટમમાં બનેલી લિક્વિડિટીની અછતને દૂર કરવા માટે વર્ષની શરુઆતમાં રોકડ ઠાલવવા પર વિચાર કરી રહી હતી. લક્ષ્મી વિલાસ બેંકના ટ્રેઝરી હેડ આર કે ગુરુમૂર્તિએ કહ્યુ, આરબીઆઈ બજારમાં અમુક મર્યાદાથી વધુ દખલગીરી ન કરી શકે કારણ કે, તેમનાથી સિસ્ટમમાં એક્સેસ લિક્વિડિટીની સમસ્યા ગંભીર બની જશે. જો રિઝર્વ બેંકે ડોલરની ખરીદી ઓછી કરી હોત તો આ વર્ષે રુપિયામાં 1-2 ટકાની મજબૂતી આવી શકી હોત.