નવી દિલ્હી- દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની સેલેરીમાં છેલ્લા 11 વર્ષથી 1 પણ રૂપિયાનો વધારો નથી થયો. તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના CMD છે તેમને વાર્ષિક 15 કરોડ રૂપિયા સેલેરી મળે છે. બીજી તરફ નીતા અંબાણીને અપાતા પગારમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ શુક્રવારે પોતાના નાણાકીય પરિણામો જાહેર કર્યા હતા. આ અનુસાર, કંપનીના પ્રોફિટમાં 7 ટકાનો વધારો થયો છે અને જિઓની આવકમાં પણ 44 ટકાનો વધારો થયો છે.
મુકેશ અંબાણી 2008-09થી પોતાની સેલેરીમાં કોઇ વધારો કર્યો નથી. કંપની દ્વારા જારી કરાયેલા રિપોર્ટ અનુસાર, આજે પણ તેમની વાર્ષિક આવક 15 કરોડ રૂપિયા છે. જેમાં કમિશન, અલાઉન્સ, અન્ય લાભ વગેરે સામેલ છે. આ અગાઉ તેમને પ્રતિ વર્ષ 24 કરોડ રૂપિયા સેલેરી મળતી હતી.
મુકેશ અંબાણીએ સેલેરીમાં કોઈ વધારો નથી લીધો પરંતુ તેમની કંપનીના અન્ય પૂર્ણકાલિક નિદેશકોને 31 માર્ચ 2019ના રોજ પૂરા થતાં નાણાંકીય વર્ષ પછી સારું ઈન્ક્રિમેન્ટ આપ્યું હતું. જેમાં તેમના ભાઈ નિખિલ મેસવાણી અને હિતલ મેસવાણી પણ સામેલ છે. નિખિલ અને હિતલની વાર્ષિક સેલેરી 20.57 કરોડ રૂપિયા થઇ ગઇ છે. 2017-18માં આ બંને ભાઇઓને 19.99 કરોડ અને 2016-17માં 16.58 કરોડ રૂપિયા, 2014-15માં 12.03 કરોડ રૂપિયા સેલેરી મળી હતી. 2015-16માં નિખિલને 14.42 અને હિતલને 14.41 કરોડ રૂપિયા સેલેરી મળી છે.
મુકેશ અંબાણીને 2018-19માં 4.45 કરોડ રૂપિયા સેલેરી અને અલાઉન્સ વગેરે શામેલ છે. મુકેશ અંબાણીને 2018-19માં 4.45 કરોડ રૂપિયા સેલેરી અને એલાઉન્સ તરીકે, કમિશન તરીકે 9.53 કરોડ રૂપિયા, અન્ય લાભ તરીકે 31 લાખ અને રિટાયરમેન્ટ લાભ તરીકે 71 લાખ રૂપિયા મળ્યા હતા.
કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પી.એમએસ પ્રસાદ અને રિફાઈનરીના મુખ્ય અધિકારી પવન કુમાર કપિલની સેલેરીની સરખામણીમાં આ વર્ષે પણ ખાસ્સો વધારો જોવા મળ્યો છે. તેમની સેલેરી ક્રમશ: 10.01 કરોડ અને 4.17 કરોડ કરી દેવાઇ છે.
નીતા અંબાણી સહિત રિલાયન્સ કંપનીની નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટરો 1.65 કરોડ રૂપિયા કમીશનના રૂપમાં મળ્યા છે. આ ઉપરાંત સિટિંગ ફી પણ મળી છે. વર્ષ 2017-18માં આ કમિશન 1.5 કરોડ રૂપિયા હતું. નીતા એસબીઆઈના પૂર્વ ચેરપર્સન અરૂંધતિ ભટ્ટાચાર્યને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં કમિશનના રૂપમાં માત્ર 75 લાખ રૂપિયા મળ્યા, કારણ કે તેમણે ઓક્ટોબરના મધ્યમાં ડાયરેક્ટરનું પદ ગ્રહણ કર્યું હતું.
રિલાયન્સના પૂર્ણકાલિન ડાયરેક્ટરોમાં મુકેશ અંબાણી, મેસવાણી બંધુ, કપિલ અને પ્રસાદ છે. નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટરોમાં નીતા અંબાણી, માનસિહં ભક્ત, યોગેન્દ્ર ત્રિવેદી, દીપક જૈન, રઘુનાથ મશેલકર, આદિલ જેનુલભાઈ, રમિન્દર સિંહ ગુજરાલ, સુમીત બેનર્જી અને અરુંધતી ભટ્ટાચાર્યનો સમાવેશ થાય છે.