‘ઇસ્લામિક ઇનવેસ્ટમેન્ટ’ની લાલચ આપી અબજોનો ચૂનો લગાવનાર મોહંમદ મન્સૂર ઝડપાયો

નવી દિલ્હીઃ ઈસ્લામિક નિયમોના હિસાબની રોકાણ કરવાની લાલચ આપીને આઈએમએ જ્વેલ્સ સંસ્થાપક મહોમ્મદ મંસૂર ખાતે હજારો રોકાણકારોને અબજો રુપિયાનો ચૂનો લગાવ્યો છે. IMA સ્કેમના આરોપી મંસૂર ખાનને ઈડીએ આજે દુબઈથી પાછા આવતા સમયે જ તેની ધરપકડ કરી લીધી છે. ખાન પર રોકાણકારોના 2000 કરોડ રુપિયાનું ફ્રોડ કર્યાનો આરોપ છે.

આઈએમએએ પોતાના ત્યાં રોકાણ કરનારા લોકોને 14-18 ટકા પ્રતિ માસ વચ્ચે વ્યાજ આપવાનો વાયદો કર્યો હતો. રિઝર્વ બેંક વર્ષ 2016માં જ આઈએમએની સામૂહિક જમા સ્કીમ મામલે બેંગ્લોર પોલીસને ચેતવી ચૂકી હતી. રિઝર્વ બેંકના નિયમો અનુસાર દેશમાં કોઈપણ વ્યક્તિ કે સંસ્થા લાયસન્સ લીધા વગર આ પ્રકારની સામૂહિક જમા સ્કીમ ન ચલાવી શકે. આઈએમએ જ્વેલ્સમાં રોકાણકારોને પાર્ટનર બનાવી દેવામાં આવ્યા. ઈસ્લામિક નિયમોના હિસાબથી વ્યાજ કમાવુ ખોટી વાત છે, પરંતુ પાર્ટનર વચ્ચે વહેંચવામાં આવતો નફો યોગ્ય છે. આ હિસાબથી કંપનીના તમામ રોકાણકારો તેના પાર્ટનર બનતા રહ્યા જે કંપનીના વ્યાપારમાં થનારા નફામાં ભાગીદાર હતા. શરુઆતમાં આઈએમએ જ્વેલ્સે રોકાણકારોને સાત ટકા દર મહિનાના હિસાબથી રિટર્ન આપ્યું પણ ખરું.ત આ વર્ષે એપ્રીલથી જ કંપનીએ નફો વહેંચવાનું બંધ કરી દીધું.કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાની સાથે જ મહારાષ્ટ્રના હજારો લોકો આઈએમએ જ્વેલની રોકાણ યોજનામાં ફસાયેલા છે. રોકાણ કરનારા મોટાભાગના મુસ્લિમ્સ છે. આશરે 2000 કરોડ રુપિયાના રોકાણની અત્યારસુધી માહિતી મળી છે. આમાં 200 કરોડ રુપિયા તો માત્ર મુસ્લિમ મહિલાઓ દ્વારા રોકવામાં આવ્યા છે. આઈએમએ વિરુદ્ધ અત્યારસુધી 40,000 રોકાણકારોએ ફરિયાદ નોઁધાવી છે. આઈએમએ જ્વેલ્સમાં રોકાણ કરનારા લોકોમાં દરેક વર્ગના લોકો શામિલ હતા. મંસૂર ખાને શરીયતનો હવાલો આપીને મોટાભાગના લોકો સાથે રોકાણ કરાવ્યું હતું. કેટલાક દિવસો સુધી લોકોને રોકાણ કરવા પર સારુ રિટર્ન મળતું રહ્યું, આનાથી કંપની પર તેમનો વિશ્વાસ જામતો ગયો. એકબીજા પાસેથી જાણકારી મળ્યા બાદ રોકાણ કરનારા લોકોની સંખ્યામાં વધારો થતો ગયો, પરંતુ તકલીફો આ વર્ષે એપ્રીલ મહિનાથી શરુ થઈ.

આઈએમએ જ્વેલ્સ રોકાણ યોજનામાં પહેલાતો રોકાણકારોનું રિટર્ન ઘટ્યું. આ વર્ષે માર્ચ-એપ્રીલથી રિટર્ન આવવાનું સાવ બંધ જ થઈ ગયું. જ્યારે આ મામલે રોકાણકારોએ કંપની સાથે પૂછપરછ કરી તો પહેલા ચૂંટણીનું બહાનું બનાવવામાં આવ્યું. ત્યારબાદ લોકોએ પોતાની રોકાણ કરવામાં આવેલી રકમ પાછી લેવા માટે આવેદન આપવાનું શરુ કર્યું. પહેલા કહેવામાં આવ્યું હતું કે આવેદનના 45 દિવસમાં રોકાણકારોને રકમ પાછી આપવામાં આવશે. ત્યારબાદ મહોમ્મદ મંસૂર ખાનનો એક કથિત ઓડિયો વાયરલ થયો જેમાં તે ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓ મામલે કોઈ શંકાસ્પદ વાત કરી રહ્યો હતો. આ મેસેજ બાદ કંપનીના રોકાણકારોમાં અફડા-તફડી મચી ગઈ.

આઈએમના ફાઉન્ડર ખાને ઓડિયોમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને શિવાજીનગર વિધાયક આર રોશન બેગ પર પણ આરોપ લગાવ્યા છે. ખાને કહ્યું કે ધારાસભ્ય બેગે તેના 400 કરોડ રુપિયા આપવાનો ઈનકાર કરી દીધો છે. તેના જીવને પણ ખતરો છે. ત્યારબાદ ખાનની આત્મહત્યાની અફવા ફેલાઈ ગઈ. આજે દુબઈથી પાછા આવવા પર તેની ધરપકડ કરવામાં આવી છે.