નવી દિલ્હીઃ દિગ્ગજ વ્યાપારી લક્ષ્મી મિત્તલના નાના ભાઈ પ્રમોદ મિત્તલને કથિત ફ્રોડ અને પોતાના પાવરના ખોટા ઉપયોગના આરોપમાં બોસનિયાથી પકડી લેવામાં આવ્યાં છે. એક પ્રોસિક્યૂટરે આ વાતની જાણકારી આપી છે. જાણકારી અનુસાર મામલો ઉત્તરપૂર્વી શહેરના લુકાવાટમાં એક કોકિંગ પ્લાન્ટને ચલાવવા સાથે જોડાયેલો છે. આ પ્લાન્ટને પ્રમોદ વર્ષ 2003 થી મેનેજ કરી રહ્યાં છે, જેમાં આશરે એક હજાર કર્મચારીઓ કામ કરે છે.
પ્રોસિક્યૂટર કાજિમ સર્હાર્તિકે પત્રકારોને જણાવ્યું કે પોલીસે GIKL પર્યવેશી બોર્ડના અધ્યક્ષ પ્રમોદ મિત્તલની ધરપકડ કરી લીધી છે. GIKIL ની સ્થાપના વર્ષ 2003માં થઈ હતી અને આને પ્રમોદ મિત્તલની ગ્લોબલ સ્ટીલ હોલ્ડિંગ્સ અને એક લોકલ પબ્લિક કંપની દ્વારા સહ-પ્રબંધિત કરવામાં આવી રહ્યું છે.
પ્રમોદ મિત્તલ સિવાય કંપનીના બે અન્ય અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા વ્યાપારી અને અધિકારી સંગઠિત અપરાધ, વિશેષ રુપથી શક્તિ અને આર્થિક અપરાધોના દુરુપયોગના સંદિગ્ધ છે. પ્રોસિક્યૂટર કાજિમ સર્હાર્તિકે જણાવ્યું કે જો સંદિગ્ધ દોષી સાબિત થાય છે તો તેમને 45 વર્ષ સુધી જેલની સજા મળી શકે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કંપની સાથે જોડાયેલા ચોથા વ્યક્તિ વિરુદ્ધ પણ ધરપકડ વોરન્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેને સંગઠિત અપરાધના સંગઠનનો સભ્ય માનવામાં આવ્યો છે. સંદિગ્ધોને બુધવારના રોજ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. પ્રાપ્ત વિગતો અનુસાર માનવામાં આવી રહ્યું છે કે સંદિગ્ધોએ ઓછામાં ઓછા 28 લાખ ડોલરનું ફ્રોડ કર્યું છે.