નવી દિલ્હી: પ્રાઈવેટ ધિરાણકર્તા કોટક મહિન્દ્રા બેન્કે રૂ.1 લાખ કરતાં વધુની સેવિંગ એકાઉન્ટની ડિપોઝીટ પરના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. બેન્કની વેબસાઈટના જણાવ્યા અનુસાર, આ વ્યાજદરમાં ઘટાડો અગાઉના 5 ટકાથી ઘટાડીને 4.5 ટકા કરવામાં આવ્યો છે.
વ્યાજદરનો આ સુધારો 15 મી એપ્રિલ 2019ના રોજથી અમલમાં આવશે. વધુમાં રૂ.1 કરોડ કરતા વધુના સેવિંગ એકાઉન્ટની રકમ પર વ્યાજદર 5.5 ટકા સ્થિર રહ્યો છે. બચત ખાતાના થાપણો પરના વ્યાજના દરમાં ઘટાડો ત્યારે કરવામાં આવ્યો જ્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 25 બેસિસ પોઈન્ટ પરના રેપો રેટ ઘટાડીને આ મહિનાની શરૂઆતમાં 6 ટકા જેટલો કર્યો હતો.
દેશની સૌથી મોટી ધિરાણકર્તા બેન્ક એસબીઆઈએ આ સપ્તાહ અગાઉ તેના મોટા બચત ખાતાના વ્યાજદરમાં સુધારો કર્યો હતો, તેમજ ધિરાણ દરમાં પણ ઘટાડો કર્યો હતો. 1 મેથી એસબીઆઈ બચત ખાતઓની બેન્કની રૂ.1 લાખથી વધુ ડિપોઝીટને લિંક કરવાનું શરૂ કરશે. 1 મેના રોજથી એસબીઆઈ રૂ.1 લાખથી વધુના બચત ખાતાની થાપણો પર 3.25 ટકા વસૂલશે. તેમજ એસબીઆઈના બચત ખાતાના ગ્રાહકોને રૂ.1 લાખ વધુના બેલેન્સ પર 3.5 ટકા વ્યાજ દર મળશે.