BSE-SME પ્લેટફોર્મ પર કેસર ઈન્ડિયા લિસ્ટ થઈ

મુંબઈ તા. 12 જુલાઈ, 2022: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 381મી કંપની તરીકે કેસર ઈન્ડિયા લિમિટેડ લિસ્ટ થઈ  છે. કેસર ઈન્ડિયાએ રૂ.10ની મૂળ કિંમતના 9,30,400 ઈક્વિટી શેર શેરદીઠ રૂ.170ની કિંમતે ઓફર કરી રૂ.15.82 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 2 જુલાઈ, 2022ના રોજ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો.

કેસર ઈન્ડિયા લિમિટેડ મહારાષ્ટ્રસ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ નાગપુર ખાતે છે. કંપની રહેણાંક અને વેપારી બાંધકામ પ્રોજેક્ટ્સના ક્ષેત્રે છે. કંપની ઈન્ડસ્ટ્રિયલ, ફેક્ટરી, વર્કશોપ્સ આદિ માટેનાં મકાનનું બાંધકામ કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]