નવી દિલ્હીઃ દુનિયાના ત્રીજા નંબરના અમિર અને સૌથી મોટા રોકાણકાર વોરેન બફેટની કંપની બર્કશાયર હૈથવે દેશની અગ્રણી વિમા કંપની ICICI પ્રોડેન્શિયલમાં ભાગીદારી કરવાની યોજના બનાવી રહી છે. બર્કશાયર હૈથવે ICICI પ્રૂમાં ભાગીદારી કરશે. બંને કંપનીઓ વચ્ચે 14 ટકા ભાગીદારી ડીલની વાત ચાલી રહી છે. સોદાની ખાસ વાત એ છે કે જે સ્ટેક વોરેન બફેટ લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને તે કંપનીના શેર માર્કેટ પ્રાઈઝથી પ્રીમિયમ હશે.
પ્રાપ્ત વિગતો અનુસાર બંન્ને કંપનીઓ વચ્ચે 450 રુપિયા પ્રતિ શેરના ભાવ પર વાતચીત ચાલી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વોરેન બફેટ દ્વારા આ મોટું રોકાણ હશે. સાથે જ બર્કશાયરને 10 ટકા વધારે ભાગ ખરીદવા માટેનો વિકલ્પ મળી શકે છે. ડીલ આવનારા થોડા દિવસોમાં ફાઈનલ થવાની શક્યતાઓ છે. આમાં આશરે 9 હજાર કરોડ રુપિયાનું રોકાણ થઈ શકે છે.
વોરેન બફેટની Paytm માં ભાગીદારી છે. બફેટ પેટીએમ નેટવર્કનો ઉપયોગ વીમા ઉત્પાદ વેચવામાં કરશે. આ ડીલની પાછળ ખૂબ સારી સ્ટ્રેટજી છે. ભારતીય વીમા ક્ષેત્રના રોકાણ માટે ખૂબ આકર્ષક છે. બફેટે રોકાણની યોજનાને અંતિમ રુપ આપતા પહેલા ખૂબ તપાસ કરી હશે, ત્યાર બાદ જ ICICI પ્રૂ ફાઈનલ કર્યું. ઉલ્લેખનીય છે કે વોરેન બફેટ સામાન્યરીતે અલગ-અલગ કંપનીઓમાં રોકાણ કરે છે પરંતુ વીમા ક્ષેત્રમાં સૌથી વધારે ફંડ લગાવ્યું છે.