નવી દિલ્હી- સ્માર્ટફોન નિર્માતા કંપની હુઆવેઈનો અપકમિંગ સ્માર્ટફોન Huawei P Smart Zની રેન્ડર (ગ્રાફિક્સથી બનેલી તસવીર) લીક થઈ ગઈ છે. હુઆવેઈ બ્રાન્ડનો આ ફોન કંપનીના વર્તમાન P Smart (2019) અને P Smart+ (2019)ને જોઈન કરશે. લીક થયેલી તસવીરથી એ જાણી શકાય છે કે, હુઆવેઈ P Smart Zમાં પોપ-અપ સેલ્ફી કેમેરા હોય શકે છે. ફોનના સ્પેસિફિકેશન પણ લીક થઈ ગયાં છે.
Huawei P Smart Zની સંભવિત કિંમત અને ફિચર
હુઆવેઈ પી સ્માર્ટ જેડને P Smart Proના નામથી લોન્ચ કરવામાં આવી શકે છે. MobielKopen વેબસાઈટના રિપોર્ટ અનુસાર, આગામી હુઆવેઈના આ નવા સ્માર્ટફોનની કિંમત 210 યૂરો (અંદાજે 16,200 રૂપિયા)ની આસપાસ હોય તેવી શકયતા છે. કંપની આ ફોનને મિડનાઈટ બ્લેક, એમરલ્ડ ગ્રીન અને સેફાયર બ્લૂ એમ ત્રણ કલર વેરિયન્ટમાં લોન્ચ કરી શકે છે. કલર વેરિયન્ટ ઉપરાંત લીક થયેલી તસવીરમાં પોપ-અપ સેલ્ફી કેમેરા મોડ્યૂલ, સિંગલ એલઈડી ફ્લેશ સાથે બે રિયર કેમેરા સાથે ફોનના પાછળના ભાગમાં ફિંગરપ્રિન્ટ સેન્સર જોવા મળી રહ્યું છે.
હુઆવેઈ પી સ્માર્ટ જેડમાં 6.5 ઈંચની ફૂલ-એચડી પ્લસ ડિસ્પ્લે અને આસ્પેક્ટ રેશિયો 19.5:9 હોય શકે છે. 4000 એમએએચની બેટરી હોય તેવી શક્યતા છે. આ ઉપરાંત 64 જીબી સ્ટોરેજ પણ આપવામાં આવે તેવી શક્યતા છે.
કેમેરા સેટએપની જો વાત કરીએ તો, હુઆવેઈ બ્રાન્જ આ ફોનમાં બે રિયર કેમેરા આપી શકે છે, 16 મેગાપિક્સલનું પ્રાઈમરી સેન્સર, જેનું અપાર્ચર એફ/1.6 અને 2 મેગાપિક્સલનું સેન્સર હોય તેવી શક્યતા છે. સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનું સેન્સર હોઈ શકે છે. જો કે, લીક થયેલી તસવીર પરથી આ તમામ અટકળો લગાવવામાં આવી રહી છે. ફોન અંગેના ફિચરની સાચી માહિતી તો જ્યારે કંપની દ્વારા સત્તાવાર રીતે ફોન લોન્ચ કરવામાં આવશે ત્યારે જ મળશે.