સોનું ઓલટાઈમ હાઈ પર, જાણો ક્યાં પરિબળોથી આવ્યો તેજીનો ટ્રેન્ડ

વિશ્વ બજારમાં ઉછળતા ઘર આંગણે ઇમ્પોર્ટ કોસ્ટ ઉંચકાતાં ઝવેરી બજારોમાં રેકોર્ડ તેજી આગળ વધી હતી. આજે સતત ત્રીજા દિવસે એટલે કે 5 ફેબ્રુઆરીએ સોનું ઓલ ટાઇમ હાઈ પહોંચી ગયું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1,313 રૂપિયા વધીને 84,323 રૂપિયા થયો છે. ગઈકાલે એટલે કે 4 ફેબ્રુઆરીએ, સોનું 83,010 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ઓલ ટાઈમ હાઈ સ્તરે હતું. તો આ બાજુ ચાંદીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. તે 1,628 રૂપિયા મોંઘુ થઈને 95,421 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે. અગાઉ ચાંદીનો ભાવ 93,73 રૂપિયા પ્રતિ કિલો હતો. 23 ઓક્ટોબર 2024 ના રોજ ચાંદી તેના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગઈ હતી, જ્યારે તે પ્રતિ કિલો રૂ. 99,151 પર પહોંચી ગઈ હતી.

સોનાના કિંમતોની જો વાત કરવામાં આવે તો, અત્યારે દિલ્હીમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ 79,200 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 86,390 રૂપિયા છે. તો, મુંબઈમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 79,050 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 86,240 રૂપિયા. કોલકાતામાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 79,050 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 86,240 રૂપિયા છે. ચેન્નાઈમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 79,050 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 86,240 રૂપિયા. જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે, ત્યારે 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 78150 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 85250 રૂપિયા

સોનામાં સતત ત્રણ દિવસથી તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ત્યારે ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાથી જિયો પોલિટિકલ ટેન્શન વધ્યું છે. જેનાથી સોનાની કિંમતો સપોર્ટ મળ્યો છે. આ ઉપરાંત અમેરિકાએ તાજેતરમાં વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે અને તેમાં વધુ ઘટાડો કરી શકે છે. ડોલર સામે રૂપિયો નબળો પડવાથી પણ સોનામાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વધતા જતા ફુગાવાથી પણ સોનાના ભાવને ટેકો આપ્યો છે. શેરબજારમાં વધતી જતી અસ્થિરતાને કારણે, લોકો ગોલ્ડ ETFમાં રોકાણ વધારી રહ્યા છે.