મુંબઈઃ BSE SME પ્લેટફોર્મ પર તાજેતરમાં 329મી કંપની જી એમ પોલિપ્લાસ્ટ લિ. લિસ્ટ થઈ હતી. જી એમ પોલિપ્લાસ્ટનો રૂ.10ની મૂળ કિંમતના 5,08,800 ઈક્વિટી શેર્સનો કુલ રૂ.8.09 કરોડનો પબ્લિક ઈશ્યુ 6 ઓક્ટોબર, 2020ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ઈક્વિટી શેર્સ રૂ.159ની કિંમતે ઓફર કરવામાં આવ્યા હતા.
જી એમ પોલિપ્લાસ્ટ લિ. HIPS, ABS, PET શિટ્સ અને મેન્યુફેક્ચરર ગ્રેન્યૂઅલ્સનો બિઝનેસ કરે છે. જી એમ પોલિપ્લાસ્ટના ઈશ્યુની લીડ મેનેજર ગ્રેટેક્સ કોર્પોરેટ સર્વિસીસ પ્રા. લિ. હતી.
BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ 328 કંપનીઓએ 14 ઓક્ટોબર, 2020 સુધીમાં રૂ.3,366.78 કરોડની રકમ એકત્ર કરી છે અને તેમનું કુલ માર્કેટકેપિટલાઈઝેશન અત્યારે રૂ.21,415.59 કરોડ છે. બીએસઈ આ ક્ષેત્રમાં 61 ટકાના બજાર હિસ્સા સાથે માર્કેટ લીડર છે.