મુંબઈ – કેન્દ્રીય નાણાં મંત્રાલયે વ્યક્તિઓ માટે વર્ષ 2018-19 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટેની મહેતલને 31 ઓગસ્ટ, 2019 સુધી લંબાવી છે, જે 31 જુલાઈ, 2019ના રોજ પૂરી થવાની હતી.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના આ નિર્ણયથી ચોક્કસ કેટેગરીના કરદાતાઓ માટે રાહત આવી છે.
સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે એને એવું જાણમાં આવ્યું છે કે કેટલાક કરદાતાઓને એસેસમેન્ટ વર્ષ 2019-20 માટેનું ફોર્મ-16 ઈસ્યૂ કરવા માટેની આખરી તારીખ લંબાવવા સહિત અનેક કારણોસર એમના ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં તકલીફો થઈ રહી છે.
ટેક્સ ડીડક્ટેડ એટ સોર્સ (ટીડીએસ) સ્ટેટમેન્ટ (2018-19) ઈસ્યૂ કરવામાં વિલંબ થયો હોવાને કારણે આઈટીઆર ફાઈલિંગ તારીખ લંબાવવામાં આવે એવી માગણીઓ કરવામાં આવી હતી.