નવી દિલ્હીઃ દેશના કરોડો દર્દીઓને સારી સુવિધા મળી રહે તે માટે, જલદી જ આયુર્વેદ દવાઓ મળી શકશે. કેન્દ્રીય વૈજ્ઞાનિક અને ઔદ્યોગિત અનુસંધાન પરિષદે 36 પ્રયોગશાળાઓમાં આયુર્વેદના ફોર્મ્યુલાથી નવી દવાઓ શોધવાનો નિર્ણય લીધો છે. આના માટે સીએસઆઈઆરે કેન્દ્રીય આયુષ મંત્રાલય સાથે કરાર પણ કર્યાં છે.
આવનારા સમયમાં દેશમાં સારવારની નવી દવાઓની શોધનો રસ્તો ક્લીયર થશે. સીએસઆઈઆર પહેલાં જ મોટા પાયે છોડથી નિર્મિત પ્રાકૃતિક દવાઓ પર ગહન સંશોધનની ગતિવિધિઓમાં શામેલ થઈ ચૂક્યું છે. આ અંતર્ગત દુનિયાના ઘણા દેશોમાં તેજીથી વધી રહેલા મધુમેહના રોગ માટે મોટા પાયે સીએસઆઈઆર-એનબીઆરઆઈ અને સીએસઆઈઆર સીમેપ દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે. બીજીઆર-34 ના નામથી એમિલ ફાર્માસ્યૂટિકલે તેને લોન્ચ કર્યું હતું. જે દેશમાં ખૂબ સફળ રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બીજીઆર-34 વૈજ્ઞાનિક રુપથી વિકસિત દવા કે જે વિભિન્ન ચિકિત્સ્ય પરીક્ષણોને પૂર્ણ કરવા માટે નિર્મિત કરવામાં આવી છે અને મધુમેહને કંટ્રોલ કરવામાં અત્યંત લાભકારી છે. સીએસઆઈઆરના ડિરેક્ટર જનરલ ડો.શેખર સી.માંડેનું કહેવું છે કે સીએસઆઈઆરે પૂર્વમાં આયુર્વેદથી જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ અધ્યયન કર્યા છે.
આમાં એક અધ્યયનમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે મનુષ્યની જિનેટિક સંચરનાની પ્રકૃતિ અલગ-અલગ હોય છે. આને આયુર્વેદના વાત,કફ અને પિત્તની પ્રકૃતિના અનુરુપ જણાયું છે. એટલે કે ત્રણેય પ્રકૃતિઓની જિનેટિક સંરચનાના લોકો માટે અલગ-અલગ દવાઓ હોવી જોઈએ. આ શોધમાં પ્રકૃતિના આધાર પર પણ દવાઓ વિકસિત કરવાની દિશામાં કાર્ય કરવામાં આવશે. આયુષ મંત્રાલયથી કરાર થયા બાદ પરંપરાગત ચિકિત્સા જ્ઞાનથી ઘણી દવાઓની શોધ થશે. સાથે જ કેટલાક ફોર્મ્યુલાને ખાદ્ય પદાર્થના રુપમાં રજૂ કરવામાં આવશે, જેનાથી લોકોને બીમારીઓથી બચાવી શકાય.
આયુષ મંત્રાલયના સચિવ ડો. રાજેશ કોટેચાએ કહ્યું કે આયુર્વેદને લઈને ડિજિટલ લાઈબ્રેરી તાજેતરમાં વિકસિત કરી ચૂક્યા છે જેમાં આયુર્વેદના તમામ ફોર્મ્યુલાને ઘણી વિદેશી ભાષાઓમાં લિપિબદ્ધ કરવામાં આવ્યું છે. આનાથી આયુર્વેદના નુસખાઓ પર વિદેશોમાં થનારી પેટન્ટ પર રોક લાગી ગઈ છે પરંતુ હવે આ જ ફોર્મ્યુલાને શોધીને સીએસઆઈઆર નવી દવા વિકસિત કરશે.