બેજિંગઃ એક જાણીતી ચાઈનીઝ પરંપરા અનુસાર સિક્કો ઉછાળવાથી ગુડલક આવે છે. પરંતુ આ એક ચીનના વ્યક્તિએ સિક્કો એવો ઉછાડ્યો કે મુશ્કેલી સર્જાઈ ગઈ. આ વ્યક્તિના સિક્કો ઉછાળવાથી કોઈ ફાયદો તો ન થયો પરંતુ 20 હજાર ડોલરનું નુકસાન થઈ ગયું. પ્લેનમાં બેઠેલા આ ચાઈનીઝ યાત્રીએ એવો સીક્કો ઉછાળ્યો કે જે સીધો પ્લેનના એન્જિનમાં જતો રહ્યો. આમ થવાથી ફ્લાઈટ રદ્દ કરવી પડી જેનાથી એરલાઈન્સ કંપનીને 20 હજાર ડોલરનું મોટુ નુકસાન થયું.
પ્રાપ્ત વિગતો અનુસાર Lucky Air flight 8L9960 એરલાઈનમાં ખરાબી આવ્યા બાદ સિક્યોરિટી વર્કર્સ તપાસ કરવા લાગ્યા. આખરે ઉંડી તપાસ કર્યા બાદ ખ્યાલ આવ્યો કે બે સિક્કા એન્જિનમાં ફસાઈ ગયા છે. ત્યારબાદ સિક્કો ફેંકનારા વ્યક્તિ વિશે માહિતી પ્રાપ્ત કરવામાં આવી. તપાસમાં ખ્યાલ આવ્યો કે પ્લેનમાં બેસેલા 28 વર્ષના એક વ્યક્તિએ પોતાની સફળ યાત્રા માટે સિક્કો ઉછાળ્યો હતો જે પ્લેનના એન્જિનમાં ફસાઈ ગયો.
સિક્કાને એન્જિનમાંથી બહાર કાઢવામાં આવ્યાં અને આખરે એ વાતની પુષ્ટિ થઈ કે આ જ કારણે પ્લેન કેન્સલ થયું હતું. પ્લેનમાં બેઠેલા 162 યાત્રીઓને બીજી ફ્લાઈટ ઉપલબ્ધ કરાવવામાં આવી. આનાથી ન માત્ર એરલાઈનને લાખોનું નુકસાન થયું પરંતુ આ વ્યક્તિ પર કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી. આનાથી લાખો રુપિયાનું નુકસાન થયું અને ફ્લાઈટના એન્જિનમાં પણ ખૂબ નુકસાન થયું.