નવી દિલ્હી- રિયલ એસ્ટેટ સેક્ટરમાં એક મોટો નિર્ણય લેતા નેશનલ હાઉસિંગ બેંક (NHB)એ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓના ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ પર રોક લગાવી દીધી છે. એનએચબીએ ફ્રોડને રોકવા માટે આ પગલું ભર્યું છે. પરંતુ આ પગલાથી લાખો ખરીદદારો માટે સંકટ ઉભુ થઈ શકે છે. એટલું જ નહીં રિયલ એસ્ટેટ સેક્ટર માટે પણ ઘણી મુશ્કેલીઓ વધી જશે જે પહેલાથી જ ફંડની અછતથી પરેશાન છે.
તેમના નવા સર્કુલરમાં NHBએ હોમ ફાઈનાન્સ કંપનીઓને કહ્યું છે કે, એવી લોન પ્રોડ્કટ આપવનાનું બંધ કરે જેમાં ગ્રાહકોની જગ્યાએ લોનનું વ્યાજ ડેવલપર આપતો હોય એટલે કે ઇન્ટરેસ્ટનું સબવેન્શન કરવામાં આવતું હોય. હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓને રેગ્યુલેશન એનએચબી જ કરે છે. અને બેંકોની હોમ લોન પર રિઝર્વ બેંકનું રેગ્યુલેશન હોય છે.
હક્કીકતમાં સબવેન્શન સ્કીમ હેઠળ બિલ્ડર 5.95 અને 10.90 જેવી લોભામણી યોજનાઓની રજૂઆત કરે છે. જે હેઠળ ફ્લેટની કિંમતનું માત્ર 5 કે 10 ટકા ડાઉન પેમેન્ટ ભરીને ગ્રાહક ફ્લેટ બુક કરાવી લે છે. અને એ ફ્લેટની બાકીના 80થી90 ટકા રકમની લોન મળી જાય છે.
લોનની આ રકમ ટુકડે ટુકડે બિલ્ડરને મળી જાય છે. અને ફ્લેટ તૈયાર થવા પર જે વ્યાજ આવે છે, એટલે દર મહિને ઈએમઆઈની ચૂકવણી બિલ્ડર જ કરી દે છે. બિલ્ડરને તેમાં ફાયદો એ છે કે, તેમને ઈએમઆઈ આપવા છતાં પણ આ ફંડ સસ્તુ પડે છે, કારણ કે, હોમ લોન પર વ્યાજ 9 ટકાથી ઓછું છે, જ્યારે બહારથી લોન લેવા પર બિલ્ડરને વધુ વ્યાજ ચૂકવવું પડે છે.
બીજી તરફ, ગ્રાહકોને ફાયદો એ છે કે, 10 કે 20 ટકા રકમ ભરીને ફ્લેટ બુક થઈ જાય છે. અને જ્યાં સુધી પઝેશન ન મળે ત્યાં સુધી ઈએમઆઈના બોજામાંથી પણ મુક્તી રહે છે. પરંતુ આવી યોજનાઓમાં કેટલાક બિલ્ડરો છેતરપીંડિ કરે કે અથવા તો કોઈ પ્રોજેક્ટ ફસાઈ જાય ત્યારે બિલ્ડર અને ગ્રાહકો બંન્ને માટે મુસીબત ઉભી થઈ જાય છે.
એનએચબીએ કહ્યું કે, તેમનો આ આદેશ અગાઉથી ચાલતી સબવેન્શન સ્કીમ પર પણ લાગુ થશે. સર્કુલર મુજબ જે બિલ્ડર પહેલાથી આ પ્રકારની સ્કીમો ચલાવી રહ્યાં થે, તેમને હવે કન્સ્ટ્રકશન લિન્કડ પેમેન્ટ પ્લાનમાં શિફ્ટ કરવી પડશે. હાઉસિંગ કંપનીઓ ડેવલપરને કોઈ પણ પ્રોજેક્ટના નિર્માણ મુજબ જ રકમ ફાળવશે. જેથી લોનનો દુરપયોગ રોકી શકાશે.