BSE સ્ટાર એમએફનો નવો રેકોર્ડઃ એક જ દિવસમાં 10.35 લાખ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કર્યા

મુંબઈ, તા.11 માર્ચ, 2020ઃ બીએસઈના સ્ટાર એમએફ પ્લેટફોર્મ પર આજે અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 10.35 લાખ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કરવામાં આવ્યા હતા, જેને પગલે આ પ્લેટફોર્મનો એક દિવસના કામકાજનો અગાઉનો 10.10 લાખ ટ્રાન્ઝેક્શન્સનો રેકોર્ડ આજે તૂટ્યો હતો.

બીએસઈ સ્ટાર એમએફ દ્વારા પ્રોસેસ કરાતા ટ્રાન્ઝેક્શન્સમાં વર્તમાન નાણાકીય વર્ષના ફેબ્રુઆરી, 2020 સુધીમાં આગલા વર્ષના સમાન ગાળાની તુલનાએ 57 ટકાનો વધારો થયો છે. ફેબ્રુઆરી, 2020ના અંતે ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા આગલા વર્ષના સમાન ગાળા (એપ્રિલ, 2018થી ફેબ્રુઆરી, 2019)ના 3.21 કરોડથી વધીને 5.04 કરોડ થઈ છે. ટર્નઓવર પણ આ ગાળા દરમિયાન આગલા વર્ષના રૂ.1,49,473 કરોડથી 18 ટકા વધીને  ફેબ્રુઆરી, 2020ના અંતે રૂ.1,76,546 કરોડ થયું છે.

ફેબ્રુઆરી 2020ના અંતે સ્ટાર એમએફ પર રૂ.1103.71 કરોડની  38.39 લાખ એસઆઈપી ની સંખ્યા થઈ છે. માર્ચ, 2020માં રૂ.45.16 કરોડની 1.21 લાખ એસઆઈપી આ પ્લેટફોર્મ પર રજિસ્ટર થઈ છે. બીએસઈ સ્ટાર એમએફ પર છેલ્લા 11 મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર્સની સંખ્યા 21,693થી વધીને 56,500 થઈ છે.