BSE ઈબિક્સ ઈન્સ્યુરન્સ પ્લેટફોર્મ પરથી મોટર ઈન્સ્યુરન્સની 1000+ પોલિસી ઈશ્યુ કરાઈ

એક મહિનામાં એકત્ર કરાયેલા પ્રીમિયમની રકમમાં 100 ટકાનો વધારો

મુંબઈ, તા.8, 2020: બીએસઈ અને ઈબિક્સ ફિનકોર્પ એક્સચેન્જ પ્રા. લિ.ના સંયુક્ત સાહસ બીએસઈ ઈબિક્સ ઈન્સ્યુરન્સ બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડએ તેના પ્લેટફોર્મ પરથી એક હજારથી અધિક મોટર ઈસ્યુરન્સ ઈશ્યુ કર્યા છે.

બીએસઈ ઈબિક્સએ 7 ફેબ્રુઆરી, 2020ના રોજ કામગીરીનો પ્રારંભ કર્યો હતો, જેમાં ખાનગી કાર અને ટુ-વ્હીલર્સના ઈન્સ્યુરન્સ ઓફર કરવામાં આવ્યા હતા. પ્લેટફોર્મ પરથી કુલ 1,195 પોલિસીઓ ઈશ્યુ કરવામાં આવી હતી અને ઓફર કરાયેલા કુલ રૂ.9.25 કરોડના કુલ ઈન્સ્યુરન્સ કવર સામે રૂ.40 લાખ રૂપિયાનું પ્રીમિયમ એકત્ર કરાયું હતું.

બીએસઈ ઈબિક્સ ઈન્સ્યુરન્સ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું એ પછી એકત્ર કરવામાં આવતા પ્રીમિયમમાં માસિક ધોરણે સો ટકાનો વધારો થઈ રહ્યો છે.

બીએસઈ ઈબિક્સ ઈન્સ્યુરન્સ પ્લેટફોર્મ પર 6,396 પોઈન્ટ ઓફ સેલ પર્સન્સ (પીઓએસપી) રજિસ્ટર છે, જેમાંથી 2,779 સર્ટિફાઈડ છે અને વેપાર કરવા માટે તૈયાર છે. પીઓએસપી સંપૂર્ણ ઓટોમેટેડ હાઈ ટેક પ્લેટફોર્મ પર પોલિસીઓ ઈશ્યુ કરી શકે છે. આ પ્લેટફોર્મ પર વિવિધ પોલિસીઓની તુલના, વિવિધ ઈન્સ્યુરન્સ કંપનીઓ દ્વારા ક્વોટ કરવામાં આવતાં પ્રીમિયમની તુલના, તુલનાને આધારે ચોક્કસ પોલિસીની પસંદગી, પોલિસી માટેની રકમની ચુકવણી થઈ શકે છે અને ઈન્સ્યુરન્સ કંપનીઓ માત્ર પાંચ મિનિટમાં ઈ-ફોર્મેટમાં ઈન્સ્યુરન્સ પોલિસી ઈશ્યુ કરી શકે છે.

સંપૂર્ણ પ્રક્રિયા ઓટોમેટેડ હોવાથી પીઓએસપી તેમના વેપારને વધારી શક્યા છે અને પેપરવર્ક, એકથી અધિક જગ્યાએ સહીઓ, ચેક દ્વારા ચુકવણી, કંપનીમાં ડોક્યુમેન્ટ્સની સોંપણી અને અન્ય ઘણી પ્રક્રિયાઓ નિવારી શક્યા છે.

તાજેતરમાં બીએસઈ ઈબિક્સે તેના પ્લેટફોર્મ પર હેલ્થ ઈન્સ્યુરન્સનું વિતરણ શરૂ કર્યું હતું.

બધા પ્રકારના વિમા ઉપલબ્ધ કરવા માટે બીએસઈ કમર્શિયલ વેહિકલ્સ, જેવાં કે ટ્રક્સ, ટ્રેક્ટર્સ, ઓટો, ટેક્સીના અને ફાયર, લાયાબિલિટી અને શોપકીપર્સ ઈસ્યુરન્સનું વિતરણ પણ શરૂ કરશે.