બીએસઈ એસએમઈ પર બ્રાઈટ આઉટડોર મીડિયા લિસ્ટ થઈ

મુંબઈ તા. 24 માર્ચ, 2023: બીએસઈ એસએમઈ પર 428મી કંપની બ્રાઈટ આઉટડોર મીડિયા લિમિટેડ લિસ્ટ થઈ છે. કંપનીનો પબ્લિક ઈશ્યુ 17 માર્ચ, 2023ના રોજ સંપન્ન થયો હતો. કંપનીએ રૂ.10ની મૂળ કિંમતના 38 લાખ શેર્સ, શેરદીઠ રૂ.146ની કિંમતે ઓફર કર્યા હતા.

બ્રાઈટ આઉટડોર મીડિયા મુંબઈમાં રજિસ્ટર્ડ થયેલી કંપની છે, જે આઉટ ઓફ હોમ (ઓઓએચ) મીડિયા સર્વિસીસ સહિત એડવર્ટાઈઝિંગ સર્વિસીસ પૂરી પાડે છે. કંપની ટ્રાન્સફર સ્ટિકર્સ, રેલવે બોર્ડ્સ, રેલવે પેનલ્સ, પ્રમોઝ, સંપૂર્ણ ટ્રેન, બસ પેનલ્સ, પૂર્ણ બસ પેન્ટિંગ, ટોલ નાકાઓ, મોબાઈલ સાઈન ટ્રક્સ, ટ્રાફિક બૂથ્સ, સિનેમા સ્લાઈડ્સ, ગેન્ટી અને વિનાઈલ સહિતની વિજ્ઞાપન સેવાઓ પૂરી પાડે છે.