બોલિવૂડ અને ભારતીય સિનેમા પ્રેમીઓ માટે વર્ષ 2026 અત્યંત રોમાંચક સાબિત થવાનું છે. આ વર્ષના પાંચ મહિના સિનેમાગૃહમાં મનોરંજનનો મોટો ધમાકો લઈને આવી રહ્યા છે. સાઉથ સુપરસ્ટાર યશની બહુચર્ચિત ફિલ્મ ‘ટોક્સિક’થી લઈને રણબીર કપૂરની પૌરાણિક ડ્રામા ‘રામાયણ’ સુધી, 5 એવી ફિલ્મો છે જેનું સોશિયલ મીડિયા પર અને ચાહકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ઑગસ્ટથી શરૂ કરીને ડિસેમ્બર સુધી રિલીઝ થનારી આ ટોપ 5 બિગ બજેટ ફિલ્મોની વિગતો અને રિલીઝ ડેટ નીચે મુજબ છે..

ટોક્સિક (Toxic) – 26 ઑગસ્ટ 2026
‘KGF’ ફેમ સુપરસ્ટાર યશની આ મોસ્ટ અવેટેડ ફિલ્મની રિલીઝ ડેટની ફેન્સ લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. મેકર્સ પહેલાં આ ફિલ્મને માર્ચ મહિનામાં રિલીઝ કરવાના હતા, પરંતુ બાદમાં તેને પોસ્ટપોન કરવામાં આવી હતી. હવે આ ફિલ્મ 26 ઑગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં દસ્તક આપશે. ફિલ્મની ભવ્ય સ્ટારકાસ્ટમાં યશની સાથે કિયારા અડવાણી, હુમા કુરેશી, નયનતારા, રૂક્મિણી વસંત અને તારા સુતારિયા જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

રામાયણ (Ramayana) – 6 નવેમ્બર 2026 (દિવાળી)
રણબીર કપૂરની મેગા બજેટ ફિલ્મ ‘રામાયણ’ને લઈને દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ છે. ટ્રિઝર અને ટ્રેલરની ઝલક બાદ ફેન્સની એક્સાઇટમેન્ટ બમણી થઈ ગઈ છે. આ ભવ્ય પૌરાણિક ફિલ્મ દિવાળીના શુભ અવસરે 6 નવેમ્બર 2026ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રણબીર કપૂર સાથે સાઈ પલ્લવી, યશ, રકુલ પ્રીત સિંહ, વિવેક ઓબેરોય અને લારા દત્તા જેવા પ્રખ્યાત કલાકારો મહત્વના રોલમાં નજરે પડશે.
દિવ્યેન્દુ-પંકજ ત્રિપાઠી અનટાઇટલ્ડ એક્શન ફિલ્મ – 4 સપ્ટેમ્બર 2026
દિવ્યેન્દુ શર્મા અને પંકજ ત્રિપાઠીની જોડી ધરાવતી આ એક્શન-થ્રિલર ફિલ્મ પણ સપ્ટેમ્બર મહિનામાં ધમાકો કરવા તૈયાર છે. આ ફિલ્મ 4 સપ્ટેમ્બર 2026ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનો ટ્રેલર રિસ્પોન્સ ખૂબ જ શાનદાર રહ્યો હતો, જેના કારણે ચાહકો આ ફિલ્મને જોવા આતુર છે. ફિલ્મમાં દિવ્યેન્દુ અને પંકજ ત્રિપાઠી ઉપરાંત અલી ફઝલ, જિતેન્દ્ર કુમાર, રવિ કિશન, શ્વેતા ત્રિપાઠી અને રસિકા દુગ્ગલ પણ જોવા મળશે.
ઈઠા (Eatha) – 4 ડિસેમ્બર 2026
શ્રદ્ધા કપૂરની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ઈઠા’નું ટીઝર મેકર્સ દ્વારા આઉટ કરી દેવાયું છે, જેમાં શ્રદ્ધા કપૂરનો અનન્ય લુક ચાહકોને ખૂબ પસંદ આવ્યો છે. આ ફિલ્મ 4 ડિસેમ્બર 2026ના રોજ મોટા પડદે રિલીઝ થશે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં શ્રદ્ધા કપૂર સાથે રણદીપ હૂડા અને મોહમ્મદ ઝીશાન અય્યુબ જેવા દમદાર કલાકારો મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.
કિંગ (King) – ક્રિસમસ 2026
બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ને લઈને પણ મોટો હાઇપ છે. આ ફિલ્મ ડિસેમ્બર મહિનામાં ક્રિસમસના તહેવાર પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં શાહરૂખ ખાન ફુલ એક્શન અવતારમાં જોવા મળશે. આ ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન આ ફિલ્મ દ્વારા પોતાનું બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. આ સિવાય ફિલ્મમાં અભિષેક બચ્ચન અને દીપિકા પાદુકોણ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં દેખાશે.

