મુંબઈ: પ્રભાસ, દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ને રિલીઝ થયાને ચાર દિવસ થઈ ગયા છે અને આ ચાર દિવસમાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. ફિલ્મની કમાણી જોઈને તેના કલાકારોથી લઈને તેના નિર્માતાઓ સુધી બધા જ ખુશ છે. બિગ બીની એક્ટિંગથી ફેન્સ ખુબ પ્રભાવિત થયા છે.
દર્શકોની સાથે સાથે શ્રદ્ધા કપૂર, રજનીકાંત અને અલ્લુ અર્જુન સહિત ઘણા સ્ટાર્સે ફિલ્મ જોયા પછી તેમના રિવ્યુ શેર કર્યા છે. હવે અમિતાભ બચ્ચનના પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચને તેમના પિતા સાથે તેમની ફિલ્મ કલ્કી જોઈ છે અને ફિલ્મ વિશે પોતાની પ્રતિક્રિયા આપી છે. .
અમિતાભ બચ્ચને બ્લોગમાં પોતાનો અનુભવ શેર કર્યો
આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને અશ્વત્થામાનો રોલ કર્યો છે. જ્યારથી નિર્માતાઓએ તેના લુકનું અનાવરણ કર્યું છે, ત્યારથી તેના ચાહકોમાં તેના વિશે ભારે હાઈપ છે. હવે બિગ બીએ પણ તેમની ફિલ્મ કલ્કી સિનેમાઘરોમાં જોઈ છે અને તેમના બ્લોગ દ્વારા અનુભવ શેર કર્યો છે.
બિગ બીએ પોતાના બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે રવિવારોનો રવિવાર.’કલ્કી’ને મોટા પડદા પર કેટલાક મિત્રો સાથે જોઈ. આ ફિલ્મના પહેલીવાર જોઈ. IMAX માં થિયેટરોનું વાતાવરણ, સુંદરતા અને સુવિધાઓ ખૂબ પ્રભાવશાળી હતી. વર્ષોથી બહાર નથી ગયા, પરંતુ પ્રગતિ જોવા માટે બહાર નીકળીને ખૂબ જ સંતોષ થયો.
અભિષેકે એક શબ્દમાં સમીક્ષા કરી
પિતાની ફિલ્મ જોયા બાદ અભિષેક બચ્ચને તેનો રિવ્યુ તેના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેણે આખી વાર્તા માત્ર એક જ શબ્દમાં કહી છે. અભિષેકે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું હતું, ‘વાહ’.
300 કરોડનો આંકડો પાર કર્યો
27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ‘કલ્કી 2898 એડી’એ ચાર દિવસમાં સ્થાનિક બોક્સ ઓફિસ પર તમામ ભાષાઓમાં 300 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે રવિવારે જ 88.20 કરોડ રૂપિયાની કમાણી કરી છે.