અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સોમવારે આતંકી હુમલો થયો હતો. અહીં એક આત્મઘાતી હુમલાખોરે પોતાની જાતને ઉડાવી દીધી હતી. કાબુલ પોલીસે હુમલાની પુષ્ટિ કરી છે. કાબુલ પોલીસે જણાવ્યું કે અફઘાનિસ્તાનની રાજધાનીમાં સોમવારે એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટ કર્યો હતો. આમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 13 લોકો ઘાયલ થયા છે.
કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ જર્દને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કમનસીબે, એક મહિલા સહિત છ નાગરિકો માર્યા ગયા અને 13 અન્ય ઘાયલ થયા.
કોઈ સંસ્થાએ જવાબદારી લીધી નથી
જો કે હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. આ હુમલો દક્ષિણ કાબુલના કાલા-એ-બખ્તિયાર વિસ્તારમાં થયો હતો. પોલીસનું કહેવું છે કે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.