અદાણી વિલ્મરના સંયુક્ત સાહસમાંથી બહાર આવશે AEL

નવી દિલ્હીઃ અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ. (AEL)એ FMCG સંયુક્ત સાહસ અદાણી વિલ્મરમાંથી માલિકી હિસ્સો – 44 ટકા વેચવાની જાહેરાત કરી છે. આ સમજૂતી 200 કરોડ ડોલરમાં થવાની શક્યતા છે. આ સમજૂતીના ભાગરૂપે વિલ્મર આંતરરાષ્ટ્રીય લિ.ની સબસિડિયરી કંપની લેન્સ (Lence Pte) અદાણી ગ્રુપની અદાણી કોમોડિટીઝમાંથી અદાણી વિલ્મરની ભરપાઈ થયેલા ઇક્વિટી શેરો 31.06 ટકા હસ્તાંતરણ કરશે. આ સમજૂતી 31 માર્, 2025થી પહેલાં થઈ જવાની સંભાવના છે.

આ સિવાય અદાણી એન્ટરપ્રાઇઝીસ ઓફર ફોર સેલ દ્વારા લઘુતમ પબ્લિક શેરહોલ્ડિંગના નિયમોનું પાલન કરવા માટે અદાણી વિલ્મરમાં પોતાના હિસ્સાના 13 ટકા શેરોને પણ વેચશે.

અદાણી વિલ્મર પાસે શુક્રવાર 27 ડિસેમ્બર 2024S રૂ.42,785 કરોડ (US$ 5 બિલિયન)નું માર્કેટ કેપિટલાઇઝેશન હતું. AELના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે અદાણી વિલ્મરના બોર્ડમાંથી અદાણી કોમોડિટીઝ લિ.(ACL) ના પદનામિત ડિરેક્ટર્સના રાજીનામાની નોંધ કરતો ઠરાવ સ્વીકાર્યો હતો. આ ઉપરાંત પક્ષકારો ‘અદાણી વિલ્મર લિમિટેડ’નું નામ બદલવા માટે વધુ જરૂરી પગલાં લેવા સંમત થયા છે.

વેચાણમાંથી મળનારી રકમનો ઉપયોગ એનર્જી અને યુટીલિટી, ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ તથા નજીકના અન્ય સંબંધિત પ્રાથમિક ઉદ્યોગ ક્ષેત્રના મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મમાં ટર્બોચાર્જિંગ વૃદ્ધિ માટે કરવામાં આવશે.

AEL અને વિલ્મર એ અદાણી વિલ્મરના સ્થાપક શેરધારકો છે અને સંયુક્ત રીતે ભારતમાં સૌથી મોટી ફૂડ FMCG પ્લેયર બનીને લાખો ભારતીય પરિવારોનો વિશ્વાસ જીત્યો છે. વિશાળ પાયે કામગીરી, મજબૂત વિતરણ નેટવર્ક અને ભારતમાં રીટેલરો સુધીની પહોંચનો લાભ મેળવવા માટે અદાણી વિલ્મર

સારી સ્થિતિમાં છે. અદાણી વિલ્મર ભારતમાં 30,600 ગ્રામીણ નગરોમાં 100ટકા શહેરોને આવરી લેવા માટે તેની હાજરી ધરાવે છે અને વૈશ્વિક સ્તરે 30થી વધુ દેશોમાં નિકાસ કરે છે.