નાગા ચૈતન્યા અને શોભિતા ધુલીપાલા લગ્નના બંધનમાં બંધાયા

મુંબઈ: સાઉથ સ્ટાર્સ નાગા ચૈતન્યા અને શોભિતા ધુલીપાલા આજે ​​ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં દક્ષિણ ભારતીય શૈલીમાં લગ્નની વિધિઓ સાથે લગ્ન કરવામાં આવ્યા. આ લગ્નમાં સાઉથ સિનેમાના ફિલ્મ સ્ટાર્સે પણ હાજરી આપી હતી. પુષ્પા-2 ફેમ એક્ટર અલ્લુ અર્જુન પણ લગ્નમાં સામેલ થયા હતાં.

નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ આ વર્ષે ઓગસ્ટમાં સગાઈ કરી હતી. રામ ચરણ, મહેશ બાબુ અને અલ્લુ અર્જુન સહિત ઘણા સ્ટાર્સે લગ્નમાં હાજરી આપી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાગાર્જુન અને પરિવારે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટાર્સને આમંત્રણ આપ્યું છે. તેમાં ચિરંજીવી, અલ્લુ અર્જુન, પીવી સિંધુ, નયનથારા, અક્કીનેની અને દગ્ગુબાતી પરિવાર, એનટીઆર, રામ ચરણ અને ઉપાસના કોનિડેલા અને મહેશ બાબુ અને નમ્રતા શિરોડકરનો સમાવેશ થાય છે. દરમિયાન, લગ્ન પહેલા જ્યુબિલી હિલ્સમાં નાગાર્જુનનું ઘર સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યું છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે નાગા ચેતન્યા અને શોભિતા બે વર્ષથી વધુ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. ચૈતન્યના પ્રથમ લગ્ન ફેમિલી મેન 2 એક્ટર સામંથા રૂથ પ્રભુ સાથે થયા હતા. લગ્નના લગભગ ચાર વર્ષ પછી તેઓએ 2021માં અલગ થવાની જાહેરાત કરી. જો રિપોર્ટ્સનું માનીએ તો ચેતન્ય અને સેમ લગ્ન પહેલા દસ વર્ષથી એકબીજાને ઓળખતા હતા. જ્યારે શોભિતાના સંબંધો ક્યારેય મીડિયા રિપોર્ટ્સમાં આવ્યા નથી. ચૈતન્ય સાથેનો તેનો સંબંધ પ્રથમ હોય એવુ બની શકે.