મુંબઈ તા.16 ફેબ્રુઆરી, 2022: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 363મી કંપની મારુતિ ઈન્ટિરિયર પ્રોડક્ટ્સ લિમિટેડ લિસ્ટ થઈ છે.
મારુતિ ઈન્ટિરિયર પ્રોડક્ટ્સ લિમિટેડએ રૂ.10ની મૂળ કિંમતના 20 લાખ શેર્સ શેરદીઠ રૂ.55ની કિંમતે ઓફર કરી રૂ.11 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 8 ફેબ્રુઆરી, 2022ના રોજ સંપન્ન થયો હતો.
મારુતિ ઈન્ટિરિયર પ્રોડક્ટ્સ લિમિટેડ ગુજરાતસ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ વેરાવળમાં છે. કંપની કિચન સ્ટોરેજ અને તેને સંબંધિત ચીજો, એલ્યુમિનિયમ લોંગ વોર્ડરોબ હેન્ડલ અને પ્રોફાઈલ હેન્ડલનું ઉત્પાદન અને નિકાસ કરે છે. કંપની વિવિધ ગ્રાહક વર્ગ માટેનાં પ્રોડક્ટ્સની વિસ્તૃત પ્રોડક્ટ્સ શ્રેણી ધરાવે છે. તેની એવરીડે કિચન બ્રાન્ડ્સ હેઠળ સોંઘાં પ્રોડક્ટસની અને સ્પાઈટ્ઝ બાય એવરીડે પ્રોડક્ટ્સ પ્રીમિયમ પ્રોડક્ટસનું વેચાણ કરવામાં આવે છે. કંપની પોતાની બ્રાન્ડ્સનાં પ્રોડક્ટ્સ ઉપરાંત મોટી કંપનીઓ જેવી કે ગોદરેજ, હફેલી ઈન્ડિયા, કાફ એપ્લાયન્સીસ, વોલમાર્ટ, હોમલેન, લિવસ્પેસ, સ્પેસવૂડ વગેરે માટે પણ પ્રોડક્ટસનું ઉત્પાદન કરે છે.