ગુજરાતમાં વર્ષ 2024માં 22.51 કરોડથી વધુનો દારૂ ઝડપાયો

ગુજરાતમાં અવાર નવાર નશિલા પદાર્થો મળવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે. અવ નવા રસ્તો અપનાવીને બુટલેગરો નશિલા પદાર્થોની હેર ફેર કરતા હોય છે. ત્યારે રાજ્યભરમાંથી 22.51 કરોડથી વધુનો દારૂ પકડાવા સાથે 455 કેસ નોંધાયા છે. આ તમામ કેસમાં પોલીસે કુલ 51.93 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે અને 4 મેટ્રો સિટીમાંથી 2.60 કરોડથી વધુનો દારૂ પકડાયો છે. ઉલ્લેખનીય છે કે સંસ્કારી સીટી ગણતા વડોદરામાંથી સૌથી વધુ દારૂ ઝડપાયો છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે ગ્રામ્ય વિસ્તારોમાંથી દારૂ વધારે ઝડપાય છે. સુરેન્દ્રનગર, બનાસકાંઠા,સુરત ગ્રામ્ય, નવસારીમાં 1 કરોડથી વધુનો દારૂ ઝડપાયો છે. આખા ગુજરાતની અંદર દારૂ, જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી હોય છે તેની પર સ્ટેટ મોનિટરિંગ સેલ નજર રાખીને બેઠું હોય છે અને દરોડા પાડી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનને આરોપી સોંપવામા આવતો હોય છે. પાંચ મહિના પહેલા એસએમસીની ટીમે બાતમીના આધારે નારી સીદસર રોડ પર રેડ પાડી ટ્રકમાંથી રૂા.35,47,000ની કિંમતની 19,356 બોટલ કબજે કરી હતી અને ટ્રક સાથે કુલ રૂા.55,57,000નો મુદ્દામાલ કબજે થતાં રાજ્યના પોલીસ વડાએ તત્કાલિન વરતેજના પી.એસ.આઇ. એમ.વી.રબારીને સસ્પેન્ડ કર્યા હતા. દારૂના કેસમાં પીએસઆઇ સસ્પેન્ડ થયા બાદ ભાવનગર પોલીસે દ્વારા હાલ વધુ સતર્કતા દાખવવામાં આવી રહી છે ત્યારે એસએમસની ટીમે વધુ એક વાર રેડ પાડતા તમામ પોલીસ સ્ટેશનને દારૂની પ્રવૃત્તિ પર નજર રાખવા માટેની કડક સુચના આપવામાં આવી હતી. સુરેન્દ્રનગરના દસાડા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ જે.એમ. પઠાણે દારૂ ભરેલી ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ટ્રેલર અને પીએસઆઇની ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માત થયો હતો. SMCના PSIને ગઇકાલે સાંજે ટિપ મળતાં તેઓ સરપ્રાઇઝ રેડ કરવા અમદાવાદથી સુરેન્દ્રનગર જવા નીકળ્યા હતા. બૂટલેગરની ક્રેટાનો પીછો કરતા સમયે PSIની ફોર્ચ્યુનરને અકસ્માત નડ્યો ને પછી બહાદુર PSIએ વિરમગામની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.