ઘોરાડ કુળના સૌથી નાના ખાનગી જીવન જીવતા “ખડમોર” (Lesser florican) ના નામ થી જ ખબર પડે કે “ખડ”
કયારેક વેળાવદર આસપાસના જુવારના ખેતરમાં પણ જોવા મળી જાય.
હજી સુધી ખડમોરના માઈગ્રેશનની પેટર્ન અને સ્થળોની ચોક્કસ વિગતો પ્રાપ્ત નથી પણ તેના પર સંશોધન હાલ ચાલુ છે. નર ખડમોરનો ઘાસના મેદાનોમાં માદા ખડમોરને રીઝવવા માટે કરવામાં આવતો ડિસ્પલે ડાન્સ ખુબજ દર્શનીય હોય છે.
ખડમોર પોતાના ઈંડાને જમીન પર તણખલાનો નાનો માળો બનાવીને મુકે છે. જે ઘણો જ અસુરક્ષીત હોવાના કારણે પણ ખડમોરની વસ્તી સરળતાથી વધતી નથી. ખડમોરના માટે રખડતા કુતરા (feral Dogs) , ખરાબામાં થતા ઘાસનું નિકંદન, ખેડૂતો દ્વારા વધારે પડતી જંતુનાશન દવાનો છંટકાંવ, ગેરકાયદે ખનન જેવા અનેક ભય સ્થાનો છે.
આ બધા વચ્ચે પણ ગુજરાત વન વિભાગ દ્વારા ખડમોરના સંવર્ધન માટે એક પ્રોજેક્ટ શરુ કર્યો છે. જે પ્રગતિ હેઠળ છે. આપણે સૌ સાથે મળીને ખડમોરનું ખુબ સારુ સંવર્ધન ગુજરાત અને ભારતવર્ષમાં થાય તેવા પ્રયત્ન કરીએ.