જીવન જીવવા માટે હોય છે. પણ કેટલાક લોકો જીવનને રેસ સમજી અને ભાગ્ય કરે છે. નવું મેનેજમેન્ટ પ્લાનિંગ શીખવાડે છે. જે માણસને ખબર નથી કે પોતે એક ક્ષણ પછી શું કરેશે કે ક્યાં હશે એ પાંચ, દશ, પચાસ અને સો વરસ સુધીનું પ્લાનિંગ કરે છે. પોતાના આગામી વરસોને સુધારવા એ અત્યારની ક્ષણ ખોઈ દે છે. માનસિક તણાવ, રોગ, દેવું, બગડતા સંબંધો એ બધુજ સહન કર્યા કરે છે કારણકે એક આશા હોય છે કે સારા દિવસો આવશે અને સુખી થવાશે. અને અચાનક એક દિવસ યા તો એ પોતે દુનિયા છોડી દે છે યા તો જેના માટે એણે સપના જોયા છે એ વ્યક્તિ નથી રહેતી. બધુજ પ્લાનિંગ એની સાથે પૂરું થઇ જાય છે. સંતોષ એ સુખની ચાવી છે. અને સંતોષ મળે છે સકારાત્મક ઉર્જા થકી. જે આપે છે વાસ્તુ ની ઉર્જા.
મિત્રો આ વિભાગ આપના માટે જ છે. આપણે પણ કોઈ સમસ્યા હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: હું એક જગ્યાએ શિક્ષક છું. મારા લગ્ન થઇ ગયા છે. મારી સમસ્યા છે કે મને મારા કોઈક વિદ્યાર્થી સાથે પ્રેમ થઇ જાય છે. ધર્મ, જાતી, સ્ત્રી, પુરુષ કોઈ પણ હોય પણ હું એના તરફ ખેંચાઈ જાઉં છું. કોઈકને એ ગમે છે, કોઈકને નહિ. મારા એક વિદ્યાર્થી માટે મને ખેંચાણ થયું. એ ભોળો હતો. મને સન્માન આપતો હતો. એ સહજ રીતે મારી સાથે વાત કરતો. મને મદદ કરતો. એક દિવસ મેં એને અન્ય કોઈની પાછળ બેસીને જતા જોયો. મને ન ગમ્યું. મેં એના વિષે ખરાબ વાતો ઉડાડી. એને ખબર પડી એટલે એણે સંસ્થા છોડી દીધી. પ્રિન્સીપાલ મારા પક્ષે છે. પણ મને આ વાતનું ખરાબ લાગ્યું છે. તો એનો ઉપાય બતાવશો. એ વ્યક્તિ પાછી આવી શકે?
જવાબ: પ્રેમ માટેના કોઈ નિયમો નથી હોતા. એ કોઈને પણ ક્યારેય પણ થઇ શકે. પણ પ્રેમ એ સાત્વિક લાગણી છે એ સમજવું જરૂરી છે. જયારે માત્ર શરીરની ચાહ રહે ત્યારે પ્રેમ ન કહેવાય. તમે પ્રેમ કરો પણ અપેક્ષા ન રાખો. તમારી એક ખોટી લાગણીએ કોઈનું જીવન નકારાત્મક બનાવી દીધું. આજની કરુણતા એ છે કે સંસ્થા અને સ્ટાફને બચાવવા ક્યારેક આચાર્ય પણ ખોટા નિર્ણય લે છે. તમને પસ્તાવો થયો એ સારી વાત છે.દરરોજ સવારે વહેલા ઉઠીને સૂર્યને જળ ચડાવો, બુધવારે સમળા ના વૃક્ષને જળ ચડાવો. ચોક્કસ સારા વિચારો આવશે.
સવાલ: આપના લેખમાં જીવનની એક ઊંડી સમજણ હોય છે. તમે મારા ગુરુ છો. તમે વનસ્પતિ પર વરસોથી સંશોધન કરો છો. વળી તમારી વાતો માં વિજ્ઞાન છે. તમે અંધશ્રદ્ધા ને મહત્વ નથી આપતા. સાચે જ કોઈક જન્મમાં તમે યોગી કે મુની હશો. ભારતમાં શાસ્ત્રોને જે નજરે જોવાતા હતા એ નજર તમારી પાસે છે. એક સવાલ છે, વડનું વૃક્ષ આંગણામાં વવાય?
સુચન: કોઈ પણ વૃક્ષને કોઈ પણ જગ્યાએ ન જ વવાય.
(આપના સવાલો મોકલી આપો Email : vastunirmaan@gmail.com)