નવી દિલ્હીઃ આજની ઝડપી અને તણાવપૂર્ણ જીવનશૈલી અને કોરોના કાળમાં હેલ્થ ઇન્સ્યોરન્સ એક જરૂરિયાત બની ગઈ છે, પણ હેલ્થ ઇન્સ્યોરન્સ કરાવતી વખતે કેટલીય વાર લોકો ઇન્સ્યોરન્સ કરાવતાં પહેલાં બીમારી છુપાવી રાખે છે. કેટલીક વખત વીમા એજન્ટ પણ આવું કરવા માટે પ્રોત્સાહિત કરે છે, પણ આવું કરવાથી આપણને જ નુકસાન થાય છે. આવું કરવાથી કંપની પહેલેથી બીમારી હોવાને નામે દાવો ચૂકવવા માટે ઇનકાર કરે છે. હાલમાં કેટલાય લોકોએ મેડિક્લેમ કરાવ્યો હશે, જેમાં કંપનીએ કહ્યું હતું કે આમાં કોવિડ-19ની સાથે-સાથે અન્ય જૂની બીમારીઓને પણ કવર કરશે, પણ મેડિક્લેમની વાત આવી તો ઇન્સ્યોરન્સ કંપનીએ ક્લેમને રિજેક્ટ કરી દીધો.Beshak.orgના મહાવીર ચોપડાનું કહેવું છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ સમયે કોઈ વ્યક્ત ફોર્મમાં મહત્ત્વપૂર્ણ હકીકત છુપાવે છેં તો કંપની હેલ્થ ક્લેમને રિજેક્ટ કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે ઇન્સ્યોરન્સ ફોર્મમાં કોઈ વ્યક્તિ હાયપરટેન્શનની વાત છુપાવે છે તો એ વિટામિન ડેફિસિયન્સીને કારણે હોસ્પિટલમાં દાખલ થાય છે, તો એનો મેડિક્લેમ નકારાય છે.
IRDAI pre-existing diseases અથવા પેહાલંની બીમારીને આ પ્રકારે વ્યાખ્યા કરી છે. એના મુજબ ઇન્સ્યોરન્સ કારવતી વખતે 48 મહિના પહેલાં જો કોઈ વ્યક્તિને કોઈ પ્રકારની બીમારી કે દુર્ઘટનાનો શિકાર થવું પડ્યું છે, જેમાં તેણે ડોક્ટરની સારવાર કરાવી છે કે પછી તેની સારવાર ચાલી રહી છે. અથવા ડોક્ટરની સલાહની દરકાર છે તો એવી સ્થિતિમાં pre-existing diseases માનવામાં આવશે. પ્રત્યેક પોલિસીમાં અલગ-અલગ નિયમો-શરતો હોય છે.