જૂના ફોટા જોવાનું કોને ન ગમે? પરંતુ એ ફોટા જાળવવા કેટલા અઘરા? તેમાં ગુણવત્તા સમયની સાથે બગડવાની શક્યતા રહેલી હોય છે. જૂની તસવીરોની જેમ જ આપણી યાદશક્તિનું પણ છે. ન સમજાયું? આપણી યાદશક્તિ પણ ચિત્રાત્મક હોય છે. તેની ચિત્રાત્મક ગુણવત્તા સમયની સાથે ઘટે છે તેમ તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે.
જ્યારે લોકો ભૂતકાળને યાદ કરે છે ત્યારે તેમાં સ્પષ્ટતાનો અંશ દર વખતે જુદોજુદો હોઈ શકે છે.કેટલીકવાર લોકો કોઈ પ્રસંગની ઘણી બધી વિગતો યાદ રાખે છે. તમે તેમને સાંભળો તો એમ લાગે કે જાણે તેઓ તેમની આંખ સામે ફિલ્મ જુએ છે અને તે જોઈને આપણને વાત કરે છે.
પરંતુ અન્ય સમયે એવું લાગે છે કે જાણે કે યાદશક્તિની ટેપ ઘસાઈ ગઈ છે. વિગતો ધૂંધળી થઈ ગઈ છે. ચોક્કસાઈ નથી. તાજેતરમાં સાઇકૉલૉજિકલ સાયન્સમાં પ્રકાશિત અભ્યાસ મુજબ આ તારણ નીકળ્યું છે.અગાઉના અભ્યાસમાં જોવા મળ્યું હતું કે કાર અકસ્માત જેવી લાગણીની રીતે યાદ રહી જાય તેવી ઘટનાઓ રોજબરોજની ઘટનાઓ કરતાં વધારે વિગત સાથે યાદ રહેતી હોય છે.
અમેરિકાની બૉસ્ટન કૉલેજમાં સહાયક પ્રાધ્યાપિકા મૌરીન રિટ્ચી કહે છે કે “અમે જાણવા માગતા હતા કે યાદશક્તિનીચોકસાઈની લાગણી માત્ર જે યાદ રખાય છે તેની સાથે જ નથી સંકળાયેલી, પરંતુ તે કઈ રીતે યાદ રખાય છે- એટલે કે યાદશક્તિની ચિત્રાત્મક ગુણવત્તા પર આધારિત છે.”
તેણીએ કહ્યું કે કોઈ ચિત્રને સંપાદિત કરવા ફિલ્ટરનો ઉપયોગ કરવાની જેમ લોકોની યાદશક્તિમાં પણ સંપાદન થતું રહે છે.“સાદા શબ્દોમાં કહીએ તો જ્યારે તમે ઇન્સ્ટાગ્રામ પર તસવીર ચડાવો છો ત્યારે શું થાય છે? તમને તસવીરની તેજસ્વિતા કે કલર સેચ્યુરેશનબદલવા માટે ફિલ્ટર લાગુ કરવા કહેવાય છે.
ત્રણ પ્રયોગોમાં, સહભાગીઓએ લાગણીશીલ રીતે નેગેટિવ અને ન્યૂટ્રલ ઇમેજ જેની ચિત્રાત્મક ગુણવત્તામાં અલગ-અલગ હતી તેનો અભ્યાસ કર્યો. તે પછીના પરીક્ષણમાં તેમને દરેક તસવીરની ચિત્રાત્મક ગુણવત્તા ફરીથી બનાવવાનું કહેવામાં આવ્યું.
તારણોમાં જાણવા મળ્યું કે જે યાદશક્તિ યાદ કરવામાં આવી તે જે રીતે બતાવાઈ હતી તેના કરતાં ચિત્રાત્મક રીતે ઓછી આકર્ષક અને ચમકદાર હતી. તેનો અર્થ એ થયો કે યાદશક્તિમાં ઘસારો લાગ્યો હતો.તસવીરોને જોતી વખતે નકારાત્મક લાગણીઓવાળી તસવીરો બરાબર ચોકસાઈપૂર્વક યાદ રહી હતી અને તેની યાદશક્તિને જરા પણ ઘસારો લાગ્યો નહોતો.
વધુમાં, યાદશક્તિમાંવિશદતાના વિષય અનુસાર મૂલ્યાંકન ઓછી ચોક્કસ યાદશક્તિ માટે ઓછું હતું અને જે યાદશક્તિને ઘસારો લાગ્યો હતો તેના માટે પણ ઓછું હતું. આ તારણોથી પુરાવો મળ્યો કે ઓછા સ્તરનીવિગતોની ચમક-આકર્ષણ જેમ કે રંગો અને આકારો કે જે કોઈ ઘટના સાથે સંકળાયેલા હતા તેને જ્યારે યાદ કરવામાં આવ્યા ત્યારે તેમાં ઘસારો લાગ્યો હતો. અર્થાત્ તે ચોક્કસ યાદ નહોતા.
લોકોને સંગીતના કાર્યક્રમ કે તેમની માનીતી ફિલ્મ જોવાનું યાદ હોઈ શકે છે પરંતુ તે સંવેદનાસભર અનુભવની તીવ્રતા જેમાં સ્ટેજ પર તેજસ્વી પ્રકાશપૂંજ અને સ્પીકરનો અવાજ, તે અંગેની યાદશક્તિમાં ઘસારો લાગે છે.“અમને જણાયું કે યાદશક્તિમાં ખરેખર ઘસારો લાગ્યો હતો; લોકો ખરેખર અનુભવ કરે તેના કરતાં ચિત્રાત્મક દૃશ્યોને ઓછા ચમકદાર અને આકર્ષક રીતે યાદ કરતા હતા.” તેમ પૉસ્ટ ડૉક્ટરલ રિસર્ચર રૉઝકૂપરે કહ્યું હતું.
“અમને આશા હતી કે કંઈક વિલંબ પછી યાદશક્તિ ઓછી ચોક્કસ બને છે, પરંતુ અમને એવી આશા નહોતી કે તેઓ જે રીતે તેને યાદ રાખે છે તેમાં આ ગુણાત્મક પરિવર્તન હશે.” તેમ કૂપરે કહ્યું હતું.“અમને એ જાણીને પણ આશ્ચર્ય થયું કે લાગણીસભરયાદશક્તિમાં બહુ ઘસારો નથી થતો.” તેમ તેણીએ કહ્યું હતું.
ટૂંકમાં, તમારી સાથે ખૂબ સારો કે ખૂબ ખરાબ અનુભવ થયો હોય તો તમે તેને ભૂલતાં નથી. તમને તે બરાબર યાદ રહે છે, પરંતુ બીજી બધી બાબતોમાં આવું નથી થતું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સમયની સાથે યાદશક્તિમાં પણ ઘસારો આવે છે.