મને તો કોઈ તકલીફ નથી. ઊંચું બ્લડ પ્રૅશર રહેતું નથી. તેમ કહેનારા લોકોએ સાવચેતી રાખવી જોઈએ કારણકે બની શકે કે તેમને નીચું બ્લડ પ્રૅશર હોઈ શકે છે. જેમ હાઇ બ્લડ પ્રૅશર ચિંતાનો વિષય છે તે જ રીતે નીચું બ્લડ પ્રૅશર પણ ચિંતાનો વિષય છે જ. જો તમને બીપીમાપવાના મશીન પર સતત નીચું બ્લડ પ્રૅશર રહેતું હોય તો તમારે કેટલીક બાબતો જાણવી જરૂરી બને છે.
પહેલાં, એ જાણીએ કે બ્લડ પ્રૅશર ખરેખર છે શું? બ્લડ પ્રૅશર એ દરેક હૃદયના ધબકારાના સક્રિય અને આરામનાતબક્કા દરમિયાન તમારી ધમનીઓમાં રહેલા દબાણનું માપ છે. જ્યારે કોઈ તમારું બ્લડ પ્રૅશર જેને બીપી પણ કહે છે તે માપે ત્યારે જો મશીન ડિજિટલ હોય તો તેમાં તમને બે નંબર દેખાશે. તેમાંથી ઉપરના આંકડાનેસિસ્ટૉલિકપ્રૅશર અને નીચેના આંકડાનેડાયસ્ટૉલિકપ્રૅશર કહે છે. સિસ્ટૉલિક એ તમારું હૃદય જ્યારે લોહીને સંપૂર્ણ શરીરમાં ધકેલતું હોય ત્યારે જે દબાણની માત્રા ઉદ્ભવે તે માપ છે.
આ જ રીતે ડાયસ્ટૉલિકપ્રૅશર એ જ્યારે ધબકારાઓ વચ્ચે તમારું હૃદય આરામ કરે ત્યારે જે લોહીનું દબાણ હોય તેની માત્રા છે. વર્તમાન માર્ગદર્શિકા પ્રમાણે, સામાન્ય બ્લડ પ્રૅશર કોને કહેવાય છે? ૧૨૦/૮૦ મીમી Hg અથવા તેનાથી નીચું હોય તો સામાન્ય બ્લડ પ્રૅશર ગણાય છે. પરંતુ શું એનો અર્થ એ થાય કે તેનાથી ગમે તેટલું નીચું હોય તો તે સારું કહેવાય?
આરોગ્ય નિષ્ણાતોના કહેવા પ્રમાણે, તમારા માટે જે નીચું બ્લડ પ્રૅશર ગણાય તે બીજા કોઈ માટે સામાન્ય બ્લડ પ્રૅશર હોઈ શકે છે. મોટા ભાગના ડૉક્ટરો બ્લડ પ્રૅશરને નીચું બ્લડ પ્રૅશર તો જ ગણે છે જો તેમાં થાક કે ચક્કરનાં લક્ષણો હોય. કેટલાક નિષ્ણાતો ૯૦ મિમીHgસિસ્ટૉલિક અથવા ૬૦ મિમીHg ડાયસ્ટૉલિકથી નીચેનું વાંચન હોય તો બ્લડ પ્રૅશરને નીચું ગણે છે. જો આ બેમાંથીએક પણ આંકડો તેનાથી નીચું હોય તો તમારું બ્લડ પ્રૅશર સામાન્ય કરતાં નીચું ગણાય.
આનો અર્થ એ કે સિસ્ટૉલિક (ઉપરનું) પ્રૅશર૯૦ કરતાં જો નીચું હોય કે ડાયસ્ટૉલિક (નીચેનું) પ્રૅશર ૬૦ કરતાં જો નીચું હોય તો વ્યક્તિનું બ્લડ પ્રૅશર સામાન્ય કરતાં નીચું ગણવામાં આવે છે.
કેટલાક નિષ્ણાતો એમ માને છે કે સામાન્ય રીતે હાઇ બ્લડ પ્રૅશરને જ ચિંતાજનક માનવામાં આવે છે અને જો બ્લડ પ્રૅશર નીચું જ રહે તો તેને સારું માને છે પરંતુ એવું નથી. નીચું બ્લડ પ્રૅશર અનેક કિસ્સાઓમાં જીવન પર જોખમ સાબિત થયું છે.
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે લૉ બીપીનાં કારણો શું? ડિહાઇડ્રેશનથી માંડીને ગંભીર મેડિકલ અથવા સર્જિકલડિસઑર્ડર સહિત અનેક કારણો છે જેના લીધે લૉ બીપી રહી શકે છે. તેનો જો બરાબર ઈલાજ કરવો હોય તો મેડિકલ વ્યાવસાયિકે લૉ બીપી રહેવાનું ચોક્કસ કારણ જાણવું જરૂરી છે.
બ્લડ પ્રૅશર નીચું રહેવાનાં કેટલાંક સામાન્ય કારણો છે:
|
આ ઉપરાંત બ્લડ પ્રૅશરમાં એકાએક ઘટાડો થઈ જાય તો તે ખતરનાક હોઈ શકે છે. દા.ત. ૧૧૦ સિસ્ટૉલિક (ઉપરનું) પ્રૅશર હોય તેમાંથી ૯૦ મિમીHg થઈ જાય તો તેનાથી ચક્કર આવી શકે છે અને વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. આનું કારણ એ કે મગજને લોહીનો પૂરતો પૂરવઠોપહોંચવાનું અટકી જાય છે.
જો વધુ કૂદકો (બ્લડ પ્રૅશર) ઘટવામાં લાગે તો અનિયંત્રિત રીતે લોહી વહેવું (બ્લીડિંગ), વિકટ ડિહાઇડ્રેશન, ચેપ, એલર્જી વગેરે થઈ શકે છે, જેમાંનાં કેટલાક જીવન પર જોખમરૂપ છે.
મોટા ભાગના ડૉક્ટરો લૉ બીપીને એવી સ્થિતિમાં જોખમરૂપ નથી ગણતા જો વ્યક્તિને કોઈ ચિંતાજનક લક્ષણો ન રહેતાં હોય અને તે સામાન્ય રીતે ચાલતો કે બોલતો હોય.