મોંની દુર્ગંધ ક્યારેક અકળામણ ઊભી કરી શકે છે. જેમના મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તેમનાથી દરેક લોકો દૂર ભાગે છે. મોંની દુર્ગંધ માટે ઘણાં કારણો હોઈ શકે છે, જેમાં શરીરમાં પેટમાં અસ્વસ્થતા અથવા પાણીનો અભાવ હોય છે. આ સિવાય, જ્યારે આંતરડા ખાવાનું સડવા લાગે, ત્યારે મોઢું ગંધાવાનું શરૂ કરે છે. બીજી બાજુ, દાંતના સડો, પાયરિયા અને દાંત અથવા પેઢાંની બીમારીને કારણે પણ મોં ગંધાઈ શકે છે. ચાલો હવે મોંની દુર્ગંધમાંથી છૂટકારો મેળવવા માટેના કેટલાક અસરકારક પગલાં વિશે જાણીએ.
પેટની સફાઈ: મોઢાની ગંદકીને કારણે નહીં, પરંતુ પેટની વિકૃતિઓના કારણે પણ મોંમાંથી દુર્ગંધ આવે છે. તેથી જો તમારા પેટ સંબધિત કોઈ બીમારી હોય તો નિયમિત રૂપે વ્યાયામ કરો અને ડૉક્ટરનો સંપર્ક કરી પેટની સમસ્યા માટે સારવાર કરાવો.
વરિયાળી ખાવ: જે લોકો મોંની દુર્ગંધથી પીડાય છે, તેમણે વરિયાળી ખાવી જોઈએ. વરિયાળી ખાવાથી મોંની ગંધ આવતી બંધ થાય છે, કારણ કે વરિયાળી લાળને વધારવામાં મદદ કરે છે અને મોઢાનાં બેક્ટેરિયાને દૂર કરે છે.
પુષ્કળ પાણી પીવું: મોંની ગંધમાંથી છુટકારો મેળવવા માટે પાણી પુષ્કળ પીવું જોઈએ. જો તમારા મોંમાં પૂરતું ભેજ નહીં હોય તો, મોઢામાં લાળ નહીં બને અને તેનાથી મોઢામાં બેક્ટેરિયા જન્મશે. જે મોઢામાં ગંધ પેદા કરશે.
પેટભરીને ભોજન કરો: મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે, ભરપેટ ખોરાક ખાવો જોઈએ. એક ખાલી પેટથી મોઢામાં દુર્ગંધ આવવા લાગે છે. આથી સવારે ભરપેટ નાસ્તો કરો. ભરપેટ ભોજન કરવાથી અનેક બીમારીઓ પણ દૂર થઈ શકે છે.
મોંની સફાઈ: બ્રશ કરવા દરમિયાન, દાંત સાથે જીભને બરાબર સાફ કરો. જીભની સફાઈ એવા જંતુઓને સાફ કરે છે, જે મોઢામાં હાજર તત્ત્વો સાથે મળીને દુર્ગંધ પેદા કરે છે.