રોતી હતી, ને પિયરિયાં મળ્યાં |
માણસ એક દિશામાં કામ કરતો હોય અથવા જવા માંગતો હોય અને એને સાનુકૂળ પરિસ્થિતી મળી રહે તો એની અનુકૂળતા વધે છે એ વાત આ બંને કહેવતો થકી કહેવાઈ છે. સાસરામાં કોઈએ વેણકવેણ કહ્યું હોય અને એને કારણે રડવું આવ્યું હોય બરાબર ત્યારે જ પોતાના પિયર પક્ષનું કોઈ સગું આવી જાય તો એની હુંફ અથવા લાગણીમાં પેલી બેન વધારે જોર જોરથી રડે છે.
બરાબર તે જ રીતે કોઈ વ્યક્તિ દોડતું હોય અને ઢોળાવ આવે ત્યારે એની ગતિને વેગ મળે છે અને પ્રમાણમાં ઝડપથી દોડી શકે છે. બરાબર આ જ રીતે કોઈ કામ હાથમાં લઈને બેઠા હોવ અને સાનુકૂળ પરિસ્થિતી ઊભી થાય ત્યારે વધુ ઝડપથી દોડી શકાય છે એટલે કે ધ્યેયપ્રાપ્તિ માટે આગળ વધી શકાય છે તે વાત આ કહેવત થકી વ્યક્ત થઈ છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)