પોલીસ ફરિયાદ ન લેતી હોવાનું ગુજરાત સરકારે લેખિતમાં સ્વીકાર્યું

ગુજરાતમાં એક બાજું ગુનાખોરી વધી રહી છે. જાણો ગુના કરનારાને પોલીસ કે ન્યાય તંત્રનો ડર છે જ નહીં. ત્યારે બીજી બાજુ આ ગુનાખોરીને ઠીલ આપતી પોલીસ પર ઘણ વખત પ્રશ્નો પણ ઉભા થતા હોય છે. પોલીસે ફરિયાદ કેમ લીધી. પોલીસના ફરિયાદ લેવાથી સામાન્ય માણસનો ભરોસો ન્યાય પર ઉઠતો જાય છે. પરિણામે ગુનેગારોને વિકૃતા માનસિકતા બતાવવાનું મોકળું મેદાન મળે છે. ત્યારે આજે વર્ષોથી થતા પ્રશ્નનો જવાબ મળ્યો છે. સરકારે કબૂત કરી છે પોલીસ સામાન્ય નાગરીકોની ફરિયાદ લેતું નથી.

SWAGAT (સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રિવ્સ બાય ઍપ્લિકેશન ઑફ ટૅક્નોલૉજી) કાર્યક્રમમાં લોકોએ પોલીસ દ્વારા ફરિયાદ ન લેવાતી હોવાની મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ 27 ડિસેમ્બરે અધિક ગૃહ સચિવ એમ. કે. દાસે રાજ્યના તમામ પોલીસ કમિશ્નરો અને એસપીને પત્ર લખીને ટકોર કરી છે કે, ‘સામાન્ય માણસની ફરિયાદ નોંધો, તપાસ કરો અને ફરિયાદનો નિકાલ કરો. જો સામાન્ય લોકોની ફરિયાદ નહીં નોંધો, તો કડક કાર્યવાહી કરાશે. આ પત્ર જાહેર થયા પછી પ્રશ્ન એ છે કે, શું ગુજરાત પોલીસ રાજ્યમાં ચોપડે ક્રાઇમ રેટ ઓછો નોંધાય તે માટે આવું કરી રહી છે? આ સિવાય ગુજરાત પોલીસના આ વર્તનથી સામાન્ય માણસોને ન્યાય ન મળવા અથવા ન્યાય મળવામાં મોડું થતાં તેમના બંધારણીય હકોના ઉલ્લંઘન બદલ કોણ જવાબદાર? હવે જોવાનું રહ્યું કે, અધિક ગૃહ સચિવના પત્ર બાદ પોલીસ તંત્ર દ્વારા સામાન્ય નાગરિકોની ફરિયાદો પર કેટલું ધ્યાન આપવામાં આવે છે.