નવા વર્ષમાં ગુજરાતને મળ્યો નવો જિલ્લો, બનાસકાંઠાના વિભાજનને મળી મંજૂરી

વર્ષ 2025ની શરૂઆત થઈ ચૂકી છે. અને નવા વર્ષના પહેલા જ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક ગુજરાતને લગતા મહત્વના નિર્ણય થવાની પણ શક્યતા છે. આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં બનાસકાંઠાના વિભાજનને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. એટલે કે હવેથી ગુજરાતમાં 33ની જગ્યા પર 34 જિલ્લા હશે. ગુજરાત રાજ્યને વધુ એક નવો જિલ્લો મળવા જઇ રહ્યો છે. કેબિનેટની બેઠકમાં ચર્ચા વિચારણા બાદ વિભાજન અંગેની મંજૂરી આપી દેવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાછલા ઘણા સમયથી નવા જિલ્લાની જાહેરાતને લઇને અટકળો ચાલી રહી હતી. ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસે ગુજરાતીઓને નવા જિલ્લાની ભેટ મળી શકે છે. કેબિનેટ બેઠકમાં બનાસકાંઠાનું વિભાજન કરવામાં આવશે અને નવા વર્ષે જ બનાસકાંઠાવાસીઓને સરકારે ભેટ આપી છે. વાવ-થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા છે, જેમાંથી હવે 8 તાલુકાઓનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત સાથે આજે પાટણ, મહેસાણા, નવસારી, પાલડી અને વાપી સહિત પાલિકાને નવી 9 મહાનગરપાલિકાની પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે.