અમદાવાદઃ દેશમાં સોનાની કિંમતોમાં નવી ઊંચાઈએ પહોંચી હતી. સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં વધારો થયો હતો. સોનાની વૈશ્વિક માગમાં સતત વધારો થતાં કિંમતોમાં વધારો થયો હતો. એમસીએક્સ પર એપ્રિલ સોનાનો વાયદો 0.5 ટકા વધીને 10 ગ્રામદીઠ 41,798એ પહોંચ્યો હતો. સોનાની વૈશ્વિક કિંમતોમાં વધારો થતાં સ્થાનિક બજારમાં સોનાના ભાવ હાજરમાં સાત વર્ષની ઊંચાઈએ પહોંચ્યા હતા.
બીજી બાજુ ચાંદીની કિંમતોમાં પણ વધારો થયો હતો. એમસીએક્સ પર ચાંદીનો માર્ચ વાયદો 0.54 ટકા વધીને કિલોગ્રામદીઠ રૂ. 47,825એ પહોંચ્યો હતો.