આમતો ચોમાસાના આગમન સાથે ગીર અને કાળીયાર અભ્યારણ્યમાં સફારી બંધ થઈ જાય પણ દેવાળીયા સફારી
ગીર અને વેળાવદર આસપાસના ખેતરો તથા આંબાવાડીઓમાં આવા પક્ષીઓ અને વિવિધ કરોળીયા, જીવજંતુ, પતંગીયા અને ફુદ્દાઓની ઘણી બધી જાતો જોવા મળે. ચોમાસામાં 3-4 દિવસ અહીં રહીને પૂર્ણ સમય ફોટોગ્રાફીને ફોકસ કરો અને ફરો તો એક સારું ફોટો પ્રદર્શન થઈ જાય.
ગુજરાતમાં ચોમાસાના આ ઓછા જાણીતા પાસાને આપણે ગુજરાતીઓ એ એકવાર તો અનુભવવું અને માણવું જ જોઈએ.