મુંબઈમાં આયોજિત ‘હનુમાન અંશ’ ફિલ્મ સ્ક્રીનિંગની તસવીરો

મુંબઈમાં ચિત્રલેખા દ્વારા ટીમ માટે ‘હનુમાન અંશ’ફિલ્મનું પ્રાઈવેટ સ્ક્રીનિંગ યોજાયું હતું. ‘હનુમાન અંશ’ ફિલ્મમાં સંત નીમ કરોલી બાબાના જીવનની વાત બતાવવામાં આવી છે.

ચિત્રલેખા પરિવાર માટે આયોજિત ‘હનુમાન અંશ’ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ચિત્રલેખાના ચેરમેન મૌલિક કોટક, વાઈસ ચેરમેન મનન કોટક, અને રાજુલ કોટક સહિત સમગ્ર પરિવારે હાજરી આપી હતી.

તેમજ ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક વિશાલ ચતુર્વેદી, અભિનેતા શોભિનવ સત્ય અને અભિનેત્રી પૂર્ણિમા ત્રિવેદી સહિત ફિલ્મની ટીમ અને કલાકારોએ સ્ક્રીનિંગમાં હાજરી આપી પોતાના અનુભવ શેર કર્યા હતાં.

નીમ કરોલી બાબા પર આધારિત ‘હનુમાન અંશ’ ભગવાન હનુમાનજીની ભક્તિ, શક્તિ અને જીવનમૂલ્યોને કેન્દ્રમાં રાખતી ફિલ્મ છે.આ ફિલ્મ શ્રદ્ધા, હિંમત અને સકારાત્મકતાનો સુંદર સંદેશ આપે છે.

ફિલ્મમાં નીમ કરોલી બાબાનું મુખ્ય પાત્ર ભજવતા અભિનેતા શોભિનવ સત્યએ ફિલ્મમાં જોડાવવાની ઘટના શેર કરી હતી. આ સાથે જ ફિલ્મ દરમિયાન થયેલા ચમત્કારો અને અંગત જીવનમાં આવેલા બદલાવ વિશે વાત કરી હતી.

નિર્માતા અને દિગ્દર્શક વિશાલ ચતુર્વેદીએ ફિલ્મના નિર્માણ દરમિયાન આવેલા પડકારો પર પ્રકાશ પાડ્યો હતો.

ચિત્રલેખા ટીમના સભ્યોએ પરિવાર સાથે ફિલ્મ સ્ક્રીનિંગમાં હાજરી આપી ફિલ્મને માણી હતી.

(તસવીરો: દીપક ધૂરી)