પુત્ર જુનૈદની લવયાપા ફિલ્મ ટ્રેલરની ઈવેન્ટમાં પહોંચ્યા આમિર ખાન

મુંબઈ: જનરેશન Z માટે લગ્ન ગોઠવવા એ માતાપિતા માટે એક પડકાર બની શકે છે. આ અમે નથી કહી રહ્યા,ફિલ્મ ‘લવયાપા’નું ટ્રેલર સંકેત આપી રહ્યું છે. એક ઈવેન્ટમાં જુનૈદ ખાન અને ખુશી કપૂર સ્ટારર ફિલ્મ લવયાપાનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અભિનેતા અને જુનૈદ ખાનના પિતા આમિર ખાને પણ હાજરી આપી હતી. નજર કરીએ ઈવેન્ટની કેટલીક તસવીરો પર…

જુનૈદ ખાન અને ખુશી કપૂર સિવાય આ ફિલ્મમાં આશુતોષ રાણા અને કિકુ શારદા પણ છે. આ ફિલ્મ આધુનિક યુગલોના પ્રેમની વાસ્તવિકતા દર્શાવે છે. લવયાપા ફિલ્મ 2022 માં આવેલી તમિલ ફિલ્મ લવ ટુડેની રિમેક છે. આ ફિલ્મ 07 ફેબ્રુઆરી 2025 ના રોજ સિનેમાઘરોમાં આવશે. તેનું દિગ્દર્શન અદ્વૈત ચંદન દ્વારા કરવામાં આવ્યું છે.

(તમામ તસવીરો: દીપક ધૂરી)