અમદાવાદ: શેહરના મેમનગર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલમાં ચોથા માળે આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે ACમાં સોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગની ઘટના બનતા જ મોલમાં અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગની 6 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ, આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો છે.
આગની ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હિમાલયા મોલમાં ચોથા માળે ACમાં અચાનક આગ લાગી હતી. આજે બુધવારે બપોરના સમયે મોલમાં આગ લાગી હતી. જેના પગલે ત્યાં હાજર લોકો વચ્ચે દોડધામ મચી ગઈ હતી. આગની માહિતી મોલમાં મળતા જ હાજર ગ્રાહકો અને કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.