આ વખતના પાર્ટી-પ્રસંગે આપણી બ્યુટી તંત્રીઓ કયું પરફ્યૂમ લગાવશે?

CourtesyNykaa.com

ડ્રેસ? બરાબર ધ્યાન રાખીએ. એક્સેસરીઝ? બરાબર ધ્યાન રાખીએ. જૂતાં? બરાબર ધ્યાન રાખીએ. પરફ્યૂમ? અંઅઅ…

અકલ્પનીય અને લાંબા સમય સુધી અસર જાળવે એવા પરફ્યૂમની તમે જો ખોજમાં હોવ તો અમારી પાસે અનેક વિકલ્પો છે, જે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

છાંટ્યા બાદ કલાકો સુધીની મથામણ પછી અમે કેટલાક પરફ્યૂમ શોધી કાઢ્યા છે જે બ્યુટી તંત્રીઓએ પસંદ કર્યા છે. આ પરફ્યૂમ્સની સુગંધ પાર્ટી પૂરી થઈ જાય તે પછી પણ ફેલાતી રહે છે અને આકર્ષણ જમાવતી રહે છે.


માધવી ઈરાની

હોદ્દોઃ ચીફ કન્ટેન્ટ ઓફિસર

પરફ્યૂમનું નામઃ Chanel No. 5 

“મારી પસંદગીના પરફ્યૂમનું નામ Chanel No. 5 છે. મેં પહેલી વાર આ ત્યારે વાપર્યું હતું જ્યારે મારા ફિયાન્સે મને એ ગિફ્ટમાં આપ્યું હતું અને પહેલી જ સુગંધે મને એની સાથે પ્યાર થઈ ગયો હતો. મને ફૂલો કે ફળોની તીવ્ર સુગંધવાળા સેન્ટ્સ ગમતાં નથી અને ફૂલની વધારેપડતી સુગંધ કરતાં મને આ પરફ્યૂમની સુગંધ વધારે ગમી, કારણ કે એમાં રોઝ, ઈલાંગ-ઈલાંગ, જાસ્મીન, લિલી ઓફ ધ વેલી અને આઈરીસ, વેટીવર, સેન્ડલવુડ, વેનિલા, એમ્બર અને પેચૌલીની સુગંધનું સરસ મિશ્રણ છે. આ પરફ્યૂમ મને બીજી એ વાતે ગમે છે કે બોડી કેમિસ્ટ્રી સાથે એ બરાબર જામે છે, જેમ કે એ હું લગાડું કે મારા કોઈ મિત્રો લગાડે તો જુદી જુદી રીતે સુગંધ આપે છે. છેલ્લી વાત કહું તો એ મેરીલીન મુનરોને ગમતું હતું અને હવે મને પણ ગમે છે.”

નોંધઃ હવે પછી જ્યારે તમે પ્રવાસે જાવ ત્યારે આ સાથે લેવાનું ભૂલતા નહીં.


ઝોયા દાદરકર

હોદ્દોઃ આસિસ્ટન્ટ મેનેજર – કન્ટેન્ટ

પરફ્યૂમનું નામઃ BVLGARI Omnia Amethyste Eau De Toilette

“શા માટે આ ગમે છેઃ જેમ કોઈનું નાક કોઈ શ્વાનની જેવું અત્યંત સંવેદનશીલ હોય છે, એવી જ રીતે મને પણ સારી સુગંધ આવે એ જ ગમે. મને Bvlgariની સુગંધ ખાસ એટલા માટે ગમે છે કે એ એટલી બધી મધુર નથી હોતી (જે બીજા ઘણા બધા ફ્લોરલ સેન્ટ્સમાં હોય છે) અને એટલી બધી તીવ્ર પણ નથી. આમાં વૂડી અને ફ્લોરલનું યોગ્ય મિશ્રણ કરવામાં આવ્યું છે જે મને સેક્સી, આત્મવિશ્વાસસભર અને આનંદિત હોવાનો અનુભવ કરાવે છે. શરીર પર બે વાર છંટકાવ કરું એટલે મને થાય કે મારો લુક સંપૂર્ણ થયો, પછી ભલેને મેં કોઈ પણ વસ્ત્રો પરિધાન કર્યા હોય.”


સિન્જીની નંદી

હોદ્દોઃ સિનિયર એક્ઝિક્યૂટિવ – કન્ટેન્ટ

પરફ્યૂમનું નામઃ Carolina Herrera Good Girl

“મારું હંમેશનું ફેવરિટ ફ્રેગ્રન્સ છેઃ Carolina Herrera Good Girl Eau De Parfum. આ સેન્ટમાં કોમળતા અને નારીત્વ છે, સાથોસાથ એ થોડુંક ઉત્તેજક અને કામોત્તેજક પણ છે. વધુમાં, એમાં રહેલા ટોન્કા બીન અને કોકોને કારણે એની સુગંધ લાંબા સમય સુધી રહે છે. વિશેષ વાત એ છે કે આની સુગંધ આખી રાત સુધી રહે છે. મને તો આ બહુ જ ગમે છે.”

 


એમિની વાલિયા

હોદ્દોઃ સિનિયર એક્ઝિક્યૂટિવ – કન્ટેન્ટ

પરફ્યૂમનું નામઃ Giorgio Armani Si

“મને તીવ્ર સુગંધવાળા સેન્ટ્સ બહુ ગમતાં નથી. હું હળવા પ્રકારનાં સેન્ટ પસંદ કરું છું પછી ભલેને પાર્ટીમાં કોઈ પણ ડ્રેસ પહેર્યો હોય. એટલા માટે જ મારું કાયમનું ફેવરિટ રહ્યું છે Giorgio Armani Si. આ ફ્લોરલ ફ્રેગ્રન્સમા પસંદગી મેં બે વર્ષ પહેલાં કરી હતી અને આજે પણ મને એ ખૂબ જ ગમે છે કારણ કે એ તાજગીનો અનુભવ કરાવે છે. આ પરફ્યૂમ મારા અંતર્મુખી વ્યક્તિત્વને બરાબર જામે એવું છે.”

 


ભૂમિ વસાવડા

હોદ્દોઃ એક્ઝિક્યૂટિવ – માર્કેટિંગ

પરફ્યૂમનું નામઃ Dolce & Gabbana The Only One

“મારું અત્યારનું ફેવરિટ છે Dolce & Gabbana – The Only One. આ બધા જ પ્રસંગોએ સરસ જામે એવું છે, કારણ કે એમાં કામોત્તેજક એવા વાયલેટ ફૂલની સુગંધ છે અને બરગામોટનાં તત્ત્વો છે. આમાં કોફી અને આઈરિસની સુગંધનો વિરોધાભાસ પણ રસપ્રદ છે અને એને કારણે એ લત લગાડે એવું છે. તમે રાત ગમે ત્યાં વિતાવો આની મોહક ખુશ્બો તમારી સાથે જ રહેશે.”


શિવાની હરિભક્તિ

હોદ્દોઃ આસિસ્ટન્ટ મેનેજર – PR અને કમ્યુનિકેશન્સ, કન્ટેન્ટ

પરફ્યૂમનું નામઃ Davidoff Cool Water

“મારું ઓલટાઈમ ફેવરિટ છે. તમામ સેન્ટ્સનું ક્વીન છે Davidoff Cool Water Woman Deodorant Spray, જે કામુકતા, તાજગી અને કુદરતી સુંદરતાનું પ્રતિક છે. હું ઘણા લાંબા સમયથી આનો ઉપયોગ કરું છું. જેમને ફ્લોરલ ફ્રેગ્રન્સ પસંદ ન હોય એમને માટે આ તાજગીદાયક સેન્ટ પરફેક્ટ છે. આની સુગંધ ખરેખર ઘણા લાંબા સમય સુધી રહે છે અને એ દરેક પ્રસંગ માટે પરફેક્ટ છે, જેમ કે તમારે કોઈ બ્રન્ચમાં જવાનું હોય કે સહેલીઓ સાથે રાતના ફરવા જવાનું હોય, આ એકદમ પરફેક્ટ છે. મહિલાનાં બ્યુટી ચેકલિસ્ટમાં આનો સમાવેશ હોવો જ જોઈએ.”


લક્ષ્મી નાયર

હોદ્દોઃ આસિસ્ટન્ટ મેનેજર – કન્ટેન્ટ

પરફ્યૂમનું નામઃ Versace Eros Pour Femme Eau De Toilette

“ફ્રેગ્રન્સમાં દરેક જણની પોતપોતાની પસંદગી હોય છે. મને હજી બે વર્ષ પહેલાં જ મારું ફેવરિટ સેન્ટ મળ્યું Versace Eros Pour Femme Eau De Toilette. વધુપડતી મધુરતાને બદલે આ બોલ્ડ અને શાનદાર છે (Donatella જેમ), એટલે જ કોઈ પણ પાર્ટી-પ્રસંગમાં આ પરફેક્ટ છે. આ બોટલનો મને પહેલી જ વાર પરિચય કરાવવા બદલ હું મારા સહયોગીનો આભાર માનું છું, કારણ કે ત્યારપછી મેં આને ક્યારેય છોડ્યું નથી.”


મોસરી પૌલ

હોદ્દોઃ સિનિયર એક્ઝિક્યૂટિવ – કન્ટેન્ટ

પરફ્યૂમનું નામઃ Moi by Nykaa Amour Eau De Parfum

“જાસ્મીન અને લિલી ફૂલની સુગંધને કારણે આની ખુશ્બો શરૂઆતમાં હળવી અને તાજગીદાયક લાગે, પણ એમાં રહેલા પેચૌલી અને મસ્ક બેઝને કારણે થોડા કલાકો બાદ એની સુગંધ કોઈ વૂડી સેન્ટ જેવી બની જાય છે. તમારા શરીરની ઉષ્માના સંસર્ગમાં આવ્યા બાદ એની સુગંધ વધતી જાય છે. એટલે હું મારા શરીરના મુખ્ય ભાગો પર એને છાંટીને બહાર નીકળું. રાતની પાર્ટીઓ માટે તો આ આદર્શ છે જ, પણ એનો મતલબ એ નહીં કે તમે ઉનાળાની કોઈ બપોરે લગાડી ન શકો.”

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]